Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દબાણ હટાવ શાખા દ્વારા ૩૭ રેકડી-કેબીનો, ૬૦ બોર્ડ-બેનરો જપ્‍ત : ૨૮૫ કિલો શાકભાજી-ફળોનો નાશ

મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં કાર્યવાહી : રૂા. ૬૦ હજારની વધુનો વહીવટી અને રૂા.૧૯ હજારનો મંડપ ચાર્જ વસુલાયો

રાજકોટ,તા.૨૦: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રસ્‍તા પર નડતર ૩૭ રેંકડી-કેબીનો શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, વિમલ નગર મેઈન રોડ કૃષ્‍ણનગર મેઈન રોડ, ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, મવડી મેઈન રોડ, પટેલ ક્‍ન્‍યા છાત્રાલય, પુષ્‍કરધામ રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી.

જુદીજુદી અન્‍ય ૮૪ પરચુરણ ચીજ વસ્‍તુઓ શાષાી મેદાન , શનીવારી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, જયુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્‍પીટલ ચોક, રેલવે જંક્‍સન, રૈયા રોડ, બસ સ્‍ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાડવા રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી.

ઉપરાંત ૨૮૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જયુબિલી માર્કેટ, રેલ્‍વે જંક્‍શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

તેમજ રૂ.૬૦,૧૫૦/- વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૧૯ હજાર મંડપ ચાર્જ જે ᅠરેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્‍યો હતો, અને ૬૦ બોર્ડ-બેનરો જે ગોંડલ રોડ, ઢેબર રોડ,ચંદ્રેશનગર મેઈન રોડ, સંતકબીર રોડ, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(4:48 pm IST)