Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

યોગને જાણો અને જીવનને માણો

યુજ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્‍દ યુજ એટલે જોડાવું.. સંયોજન.. આત્‍મા અને પરમાત્‍માનું જોડાણ. જીવ અને શિવનું મીલન એટલે યોગ. હજારો વરસો પૂર્વે ઋષિ-મુનીઓ દ્વારા મળેલી ભારતીય સંસ્‍કૃતિની અનુપમ ભેટ છે. સાચી જીવન પધ્‍ધતિ અને જીવન જીવવાની શૈલી જે વેદકાળથી ચાલતી આવતી પ્રકિયા જે અતિ ગહન છે છતા અતિ સુલભ છે તે ‘‘યોગ''  જે શારિરીક વ્‍યાયામ જ નથી પણ એક સમગ્ર વિજ્ઞાન ચિકિત્‍સા પણ છે. યોગ એ અનુશાશન છે તૃષ્‍ણા, વિકાર, વાસના, ઇચ્‍છાઓથી દૂર થઇ સુખની પરમ અનૂભુતિ કરાવતી એક હકારાત્‍મક પ્રક્રિયા છે વરસો પૂર્વ સ્‍વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા ત્‍યાં ધર્મ પરિષદમાં ભારતીય યોગના ફાયદા વિદેશી પ્રજાને સમજાવી તેમા રસ લેતા કર્યા હતા.

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાાઇ મોદી એ  વિશ્વ સમુદાયને ૨૧ જૂન ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ‘'' મનાવવા મંજૂરી આપી. આ નાની સૂની વાત નથી આપણું ગૌરવ છે.

યોગ- પ્રાણાયામથી ઋષિમુનીઓ વરસો સુધી સ્‍વસ્‍થ જીવન પસાર કરતા હતા. યોગ- પ્રાણાયામ અનેક રોગ સામે રક્ષણ આપે છે. તન-મનને સ્‍વસ્‍થ સ્‍ફૂર્તિલું રાખે છે. શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરી ‘એન્‍ટી ઓકિસડન્‍ટ' બનાવે છે. શાર્પ મેમરી, ફીટનેશ અને એકાગ્રતા વધારે છે. યોગ એક થેરાપી છે. અજંપાભરી જીંદગીથી શાંતી માટે આજનો વર્ગ યોગ તરફ વળ્‍યો છે. લોકોમાં યોગ પ્રત્‍યે અવેરનેશ આવી છે.જીવનની તમામ સમસ્‍યાનું સમાધાન એટલે યોગ. યોગ કર્મસુ કૌશલમ્‌... શ્રીમદ્દ ભગવદ ગીતામાં પણ શ્રીકૃષ્‍ણ ભગવાને સરળ ભાષામાં યોગની વિશિષ્‍ટ છણાવટ કરી છે. તો પ્રભુએ આપેલ દિવ્‍ય સંદેશને જીવનમાં ઉતારી જીવન જીવવાની કળા શીખીયે અને સ્‍વસ્‍થ જીવન જીવવાનો સંકલ્‍પ લઈ યોગને જીવનમાં સાકાર કરીએ.

ભાવના રાવલ

(4:53 pm IST)