Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જંત્રાખડીની બાળા ઉપર થયેલા દુષ્‍કર્મ હત્‍યાના આરોપીને સખત સજા કરો દશનામ ગૌસ્‍વામી સમાજના આગેવાની રજુઆત

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ ગરીબ પરિવારની વહારે : બે લાખની સહાય

રાજકોટ,તા. ૨૦ : દશનામ ગૌસ્‍વામી સમાજના આગેવાનો દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી કોડીનાર તાલુકા જાંત્રખડી ગામે માસૂમ પુત્રી સાથે જે ઘટના ઘટી છે તેના તે દુષ્‍કર્મી હત્‍યારાને તાત્‍કાલિક ધોરણે ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
આ ઘટનાનો ભોગ બનનાર પરીવાર સરકારશ્રીના ધારાધોરણ મુજબ ન્‍યાય તાત્‍કાલિક મળે તેમજ સરકાર તરફથી આ પરીવારને આર્થિક સહાય મળીᅠ રહે તેવી ગુજરાત રાજયના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીને સૌરાષ્ટ્ર કચ્‍છ રાજકોટ શહેર રાજકોટ ગ્રામ્‍યના ગૌસ્‍વામી સમાજના આગેવાનો અગ્રણીઓ સંતો મહંતો તથા રાજકોટ શહેર જિલ્લાના તમામ ગૌસ્‍વામી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવેલ.
આવા સમયે એક ગરીબ પરિવારને સહાનુભૂતિ થવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ માનનીય  ઉદયભાઇ કાનગડ એ રૂપિયા બે લાખની વ્‍યક્‍તિગત સહાયની જાહેરાત કરતા ગરીબ પરિવાર માટે રાહતની લાગણી જોવા મળી હતી.
આ સમયે રાજય સરકાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ મેયરશ્રી પ્રદિપ ડવ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ અધ્‍યક્ષ કમલેશભાઈ મીરાણી, જીલ્લા ભાજપ અધ્‍યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ જીલ્લા મહાનગર ભાજપના પદાધિકારીઓ સહિતના હાજર હતા.
ગોસ્‍વામી સમાજે ઉદયભાઇ કાનગડનો આભાર માન્‍યો હતો સાથે સાથે સમગ્ર સાધુ સમાજ ઉપર આવી પડેલી આફતને ધ્‍યાનમાં રાખી ગુજરાત સરકાર તાત્‍કાલિક ન્‍યાય આપશે તેવી ઉદયભાઇ કાનગડએ ખાતરી  ઉચ્‍ચારી હતી.

 

(4:56 pm IST)