Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાજપ દ્વારા કાલે તમામ વોર્ડમાં યોગ

રાજકોટ તા. ર૦: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. ર૧ના સોમવારે વિશ્‍વ યોગ દિવસ છે ત્‍યારે શહેરના ૧૮ વોર્ડમાં ૮૪ સ્‍થળો પર શહેર ભાજપ દ્વારા યોગા કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં શહેરના જાણીતા યોગગુરૂઓએ ઉપસ્‍થિત રહી યોગા કરાવશે.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સામુહિક યોગની શરૂઆત ગુજરાતમાંથી કરી અને આજે વિશ્‍વભરના લોકો નરેન્‍દ્રભાઇ મોદીના આ સંકલ્‍પને સાર્થક કરી રહ્યા છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજીના નેતૃત્‍વમાં અને પ્રદેશ ભાજપપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ત્‍યારે શહેરના વિવિધ સ્‍થળોએ યોજાનાર યોગ દિવસ કાર્યક્રમમાં શહેર ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્‍થિત રહેશે ‘યોગ એ જ આરોગ્‍ય'ના નરેન્‍દ્રભાઇ મોદીના મંત્રને સાર્થક કરવા તમામ શહેરીજનોને ‘યોગ દિવસ' કાર્યક્રમમાં જોડાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર એ જાહેર અનુરોધ કર્યો હતો.

(4:56 pm IST)