Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્તા આગ ભભૂકી :ફાયર બ્રિગેડ દોડ્યું

શક્તિ સોસાયટી શેરી નં -2માં ગેસ સિલિન્ડર ફાટ્યું : અફરાતફરીનો માહોલ

રાજકોટ : શહેરના સંત કબીર રોડ પર આવેલ શક્તિ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી ઉઠી હતી, આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે,

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર આવેલ શક્તિ સોસાયટી શેરી નં -2માં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી 

(10:37 pm IST)