Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

૧૫ વર્ષની બાળાને ફસાવી બળાત્કાર ગુજારનાર ૩૪ વર્ષનો પરબત પકડાયો

મહિલા પોલીસની ટીમે ધરપકડ કરી હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું

રાજકોટઃ મહિલા પોલીસની ટીમે પોકસોના ગુનાના આરોપીને પકડી લીધો છે. રૈયાધાર પાણીના ટાંકા પાસે રાધેશ્યામ ગોશાળાના ગેઇટ સામે રહેતાં પરબત ગાંગાભાઇ ડાકી (કોળી) (ઉ.વ.૩૪) નામના શખ્સ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો. ડ્રાઇવીંગ કામ કરતાં આ ઢગાએ ૧૫ વર્ષની સગીરાને મોહજાળમાં ફસાવી હતી. ઘરેથી નીકળેલી સગીરા મોડે સુધી પાછી ન આવતાં પિતા શોધવા નીકળ્યા ત્યારે પરબતના ઘર બહાર દિકરીના ચપ્પલ જોઇ જતાં અંદર જઇ જોતાં પરબત દૂષ્કર્મ આચરતો ઝડપાઇ ગયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ , જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.આર પટેલ, પો.સબ ઇન્સ એ.જે.લાઠીયા, એ.એસ.આઇ. હિતેન્દ્રભાઇ ગઢવી, દિયાબેન એવિયા, પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન પરમાર તથા IUCAW યુનિટ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

(12:57 pm IST)