Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શ્રી રણછોડદાસજી બાપુની તપોભુમિ ન્યારા આશ્રમે શનિવારે ગુરૂપૂર્ણિમા ઉત્સવ સાદગીભેર નિયમ પાલન સાથે ઉજવાશે

ચરણ પાદુકા સ્પર્શ-દર્શન, પૂજન, આરતીનો લાભ મળશે : મહાપ્રસાદ બંધ : અલ્પાહાર ચા-પાણીની વ્યવસ્થા : ગુરૂભકતોએ સરકારી ગાઇડ લાઇનને અનુસરવા અનુરોધ

રાજકોટ તા. ૨૦ : આગામી તા. ૨૪ ના શનિવારે ગુરૂપૂર્ણિમાં છે. ત્યારે જામનગર રોડ પર આવેલ ન્યારા ખાતે શીખરબધ્ધ આશ્રમ બન્યા બાદ પહેલી વખત ગુરૂપૂર્ણિમાં ઉત્સવનું આયોજન કરાઇ રહ્યુ હોય ગુરૂ ભકતોમાં અનેરા આનંદની લાગણી પ્રસરી છે. ન્યારા આશ્રમની યાદીમાં જણાવ્યા મુજબ કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારની ગાઇડ લાઇનને અનુસરીને ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાશે. ચરણ પાદુકાના સ્પર્શ દર્શન સવારથી રાત્રી સુધી ખુલ્લા રહેશે. ગુરૂપૂજન, થાળ, આરતી થશે. રક્ષાદોરીનું વિતરણ કરાશે. જો કે મહાપ્રસાદની વ્યવસ્થા બંધ રાખેલ છે.  બપોરે ૧૧ થી ર અલ્પાહાર, ચા-પાણીની પ્રસાદી અપાશે. લોકોએ સોશીયલ ડીસ્ટન્સ જાળવીને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો.૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:58 pm IST)