Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આજથી મોળાકત વ્રતનો પ્રારંભ

રાજકોટ : અષાઢ માસમાં જ વ્રત તહેવારોની શરૂઆત થઇ જાય છે. તે છેક શ્રાવણ આસો સુધી તહેવારોની ભરમાર રહે છે. નાની કુમારીકાઓ માટેના મોળાકત વ્રતનો આજથી આરંભ થઇ ચુકયો છે. નાની બાળાઓ મોળાકતનું વ્રત અને મોટી બાળાઓ જયાપાર્વતીનું વ્રત રાખે છે. આજે અગીયારસથી પાંચ દિવસીય મોળાકત વ્રતનો પ્રારંભ થતા નાની નાની બાળાઓ દ્વારા ગોરમાનું સ્થાપન કરી જવારા પુજન કરાયુ હતુ. શેરીએ શેરીએ અને મંદિરો ચોગાનોમાં બાળાઓના કંઠે 'ગોરમાનો વર કેસરીયો નદીએ ન્હાવા જાય રે...' જેવી પંકિતઓ ગુંજી ઉઠી હતી. આજથી પાંચ દિવસ સુધી મોળુ ભોજન ગ્રહણ કરીને એકટાણા કરાશે અને પાંચમા દિવસે રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરી વ્રતને વિરામ અપાશે. તસ્વીરમાં ભોળા હ્ય્દયથી અને ભાવથી મોળાકત વ્રતનું પૂજન કરી રહેલ નાની બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:51 pm IST)