Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કોરોના સંદર્ભે કલેકટરનું જાહેરનામું: ૩૧મી સુધીમાં ધંધાર્થીઓએ કોરોના વેકસીન લેવી ફરજીયાતઃ અન્યથા ધંધા બંધ રાખવા આદેશો

જીલ્લાના બાગ બગીચા ખોલાયાઃ આજથી એસટીમાં એસી બસમાં ૭૫ ટકા તો નોનએસી બસમાં ૧૦૦ ટકા મુસાફરોની છૂટ

રાજકોટ, તા. ૨૦ :. હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરોને ધ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના તા. ૨૯-૪-૨૦૨૧ના હુકમ ક્રમાંકઃ ૪૦-૩/૨૦૨૦-ડીએમ-આઈ(એ)થી તા. ૩૧-૫-૨૦૨૧ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી કરવા સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ, જે ભારત સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ૨૯-૬-૨૦૨૧ના સમાન ક્રમાંકના પત્રથી ઉકત માર્ગદર્શિકા મુજબ અમલવારી તા. ૩૧-૭-૨૦૨૧ સુધી ચાલુ રાખવામાં આવેલ છે.

આથી આ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ જાહેરનામુ બહાર પાડી મહત્વની સૂચનાઓ ૩૧-૭ સુધી અમલમા મુકી છે. જેમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર, શેરી-બંધ ગલીઓમાં કે એવા કોઈ પણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહીં. કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તે સિવાયની કોઈ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં.

તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યક એકમો ચાલુ રાખી શકાશે નહીં.)

જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહીં.) જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯.૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યકિતઓની મંજુરી રહેશે. લગ્ન માટે 'ડીઝીટલ ગુજરાત પોર્ટલ' ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૪૦ (ચાલીસ) વ્યકિતઓની મંજુરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રીત થઈ શકશે. વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.)

ધો. ૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ ચાલુ રાખી શકાશે નહીં.)

પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એસી બસ સેવાઓ ૧૦૦ ટકા ક્ષમતા (સ્ટેન્ડીંગ નોટ એલાઉડ) જ્યારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફયુમાંથી મુકિત આપવામાં આવે છે. (તમામ ડ્રાઈવર અને કંડકટરએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (રમતગમતમાં ભાગ લેનાર ખેલાડીઓ, સ્પોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦ ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહીં.)

વોટર પાર્ક તથા સ્વિમીંગ પૂલ મહત્તમ ૬૦ ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા. ૩૧-૭-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્ક તથા સ્વિમીંગ પૂલ ચાલુ રાખી શકાશે નહીં.). સ્પા. સેન્ટરો બંધ રહેશે.

(3:11 pm IST)