Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કાલે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે મા પ્રેમ માધવીના સાનિધ્યમાં 'જશ્ને ઇદ' શિબીર

શિબિર આયોજક સ્વામી સત્ય પ્રકાશઃ દિપકસિંહ ડોડીયા (સ્વામિ આત્મો પ્રહલાદ) તથા ડો. પતંજલી-પાલા-એ...રામ...હૃદયાંજલી સાથે પુષ્પાંજલી : શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી અત્યંત જરૂરી-વેકશીન લીધેલ હશે તેઓને સહભાગીતા માટે અગ્રતા અપાશેઃ નામ નોંધણી માટે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે

રાજકોટ,તા. ૨૦: ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ૪-વેદવાડી ખાતે કાલે 'જશ્ને ઇદ' શિબીરનું આયોજન કરાયું છે.

 ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, મૃત્યું ઉત્સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત અને દિવસ ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા ૩૬ વર્ષથી અવાર નવાર આયોજન કરવામાં આવે છે, જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

કાલે તા. ર૧ ને બુધવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર યોજેલ એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિરની રૂપરેખા આ મુજબ છે. સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એક પણ દિવસ ચૂકાયા વગર સામુહીકમાં દરરોજ નિયમિત કરવામાં આવે છે) સવારે ૭-૧પ થી ૮ બ્રેક ફાસ્ટ, સવારે ૮.૩૦ થી ૧ દરમ્યાન ઓશો વિડીયો દર્શન, સંચાલીકા સાથે પ્રશ્નોતરી, વાર્તાલાપ, વિચાર ગોષ્ઠી, સ્વામી દેવ રાહુલનું વિશેષ પ્રવચન, ઓશોના સૂફિ ધ્યાન, કિર્તન ધ્યાન, નિર્વાણ ઓશો સન્યાસી દિપકસિંહ ડોડીયા (સ્વામિ આત્મો પ્રહલાદ) તથા ડો. પતંજલી પાલા સાહેબ (એ. રામ) ને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી સદ્ગુરૂ તુમકો પ્રણામ સાથે ઓશો સન્યાસી ગુરૂ (આઝાદ સ્વામી) તથા જેન્તીભાઇ (વિદ્રોહી સ્વામી) પાલા સાહેબના સંસ્મરણો શેર કરશે, શિબિર સંચાલીકામાં પ્રેમ માધવીનું બહુમાન કરવામાં આવશે, શિબિર બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર) ના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવ્યું છે.

શિબિર સંચાલીકા માં પ્રેમ માધવીની ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર આ ચોથી શિબિર છે, તેઓએ ભારતભરમાં અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે, તેઓ રંગરેઝ નામનું ઓશો ગ્રુપ ચલાવે છે, તેઓને હરિયાણા સાહિત્ય એકાદમી દ્વારા કલાકૃતિ મંચ દ્વારા, લગાતાર ૧૯૯૭, ૯૮, ૯૯ ત્રણવાર સન્માનીત કર્યા લોક સંપર્ક દ્વારા હરિયાણા રાજયપાલ દ્વારા સન્માનીત, સાક્ષરતા અભિયાન, સાહિત્ય શિક્ષા નરવાના દ્વારા અનેક વાર સન્માનીત કરી એવોર્ડ આપેલા છે.

શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂર છે, તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જેઓએ કોરોનાની વેકસીન લીધેલ હશે તેઓને સહભાગીતા માટે અગ્રતા આપવામાં આવશે.

સહભાગીતા માટે નામ નોંધણી કરાવવા માટે તથા વિશેષ જાણકારી માટે એસએમએસ કરવા માટે સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦.

(3:49 pm IST)