Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મિત્ર મંડળના સફાઇ કામદારના વિવિધ પ્રશ્ને ઉગ્ર રજૂઆતઃ યોગ્ય કરવા પદાધિકારીઓની ખાત્રી

રાજકોટ : કામદાર યુનિયન દ્વારા મિત્ર મંડળનાં સફાઇ કામદારને લઘુતમ વેતન મુજબ રોજ ચુકવણું આખા દિવસની કામગીરી આપવી સહિતના વિવિધ પ્રશ્ને મેયર સહિતના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  આ સફાઇ કામદારનાં પ્રશ્ને યોગ્ય કરવા પદાધિકારીઓએ યુનિયનનો આગેવાનોને ખાત્રી આપી હતી. આ રજૂઆતમાં રાજકોટ કામદાર યુનિયનમાં પ્રમુખ પારસ બેડીયા, મિત્ર મંડળ મહિલા આગેવાન-જયોતિબેન વાઘેલા, વિજયભાઇ વાઘેલા, રીશીભાઇ પરમાર, છગનભાઇ બેડીયા, પ્રવીણભાઇ જાદવ, મહેશભાઇ ગલિયળ, જીગ્નેશભાઇ પરમાર, મહેશ ગલિયલ, જીગ્નેશ ગોહેલે મથન બેડીયા, શારદાબેન ચૌહાણ, સરોજબેન ચાવડા, હંસાબેન મકવાણા અને કામદારો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:50 pm IST)