Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શહેરમાં બપોર સુધીમાં '૦' કેસ

કુલ કેસનો આંક ૪૨,૭૮૪ એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૩૦૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યા : રિવકરી રેટ ૯૮.૮૮ ટકા થયો

રાજકોટ તા. ૨૦ : શહેરમાં આજે બપોરે '૦' કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૯૯૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૦ ટકા થયો  હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,૪૦,૫૮૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૫ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૮૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૧  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:51 pm IST)