Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રોટરી કલબ દ્વારા રકતદાન શિબિર - વૃક્ષારોપણ

રાજકોટ : રોટરી ઇન્ટરનેશનલના નેજા હેઠળ રાજકોટની સૌથી જુની રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. હાલ કોરોના મહામારીના સમયમાં તમામ બ્લડ બેન્કમાં રકતની મોટી અછત છે. ત્યારે રકતની અછતમાં મદદરૂપ બની શકાય એ હેતુથી રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા આરોહી એમ્બેડેડ સિસ્ટમ્સ, મેટોડા ખાતે એક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. રકતદાન શિબિરની શરૂઆત કબલના પ્રેસિડેન્ટ પરેશ બાબરીયા દ્વારા રકતદાન કરીને કરવામાં આવી હતી. આ શિબિર દરમિયાન કુલ ૮પ રકતદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ, રકતદાન શિબિરમાં  ફિલ્ડમાર્શલ બ્લડ બેન્કનો સહકાર મળેલહ તો. તમામ રકતદાતાઓને ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં ાવ્યા હતા. આ તકે આ શિબિરના પ્રોજેકટ ચેર પરાગ તન્ના દ્વારા તમામ રકતદાતાઓ અને કલબના સભ્યો આભાર વ્યકત કરાયો હતો. કલબના સેક્રેટરી નિખિચલઉચાટ દ્વારા જણાવવામાં આવેલ કે આરોહી એમ્બેેડેડ સિસ્ટમ્સના હિતેશ સાવલિયા અને વિપુલ ઠાકર દ્વારા સમગ્ર રકતદાન શિીબરનો ખર્ચ સ્પોન્સર કરેલ અને રકતદાન શિબિર માટે સુવિધાસભર સ્થળની વ્યવસ્થા કરી આપેલ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં હાલમાં જ અન્નપુર્ણા પ્રોજેકટ અંતર્ગત કલબના સભ્યો દ્વારા રૂ.૩પ૦૦૦થી વધુની ભોજન સહાય શહેરની અલગ અલગ સંસ્થાઓને કરવામાં આવેલ, તે ઉપરાંત રોટરેકટ કલબ દ્વારા એક દિકરીને સાયકલ પણ ભેટ આપવામાં આવેલ. દરમિયાન સરલા કામદાર રોટરી ગાર્ડન ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવેલ. આવનારા દિવસોમાં રાજકોટમાં બીજા અનેક સેવાકીય પ્રોજેકટસ રોટરી કલબ દ્વારા કરવામાં આવશે એમ પ્રેસિડેન્ટ પરેશ બાબરીયા અને સેક્રેટરી નિખિલ ઉચાટની સંયુકત યાદીમાં જણાવવામાં આવેલ.

(3:52 pm IST)