Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પટેલ સેવા સમાજ મહિલા સંગઠન સમિતિ દ્વારા ત્રિદિવસીય ડ્રીમ ક્રિએશન એકઝીબીશન અને રકતદાન કેમ્પ સંપન્ન

રાજકોટ : પટેલ સેવા સમાજની મહીલા સંગઠન સમિતિ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસીય ડ્રીમ ક્રિએશન એકઝીબીશન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેને બહોળો પ્રતિસાદ સાંપડતા વિશાળ સંખ્યામાં મુલાકાતીઓએ લાભ લીધો હતો. ચીલ્ડ્રન વેર્સ, સૌદર્ય પ્રસાધનની સામગ્રી સહીત વિવિધ વસ્તુઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.  સાથો સાથ મુલાકાતીઓ રકતદાન પ્રત્યે પ્રેરાય તેવા હેતુથી રકતદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ સમારોહનું ઉદ્દઘાટન મેયર ડો. પ્રદિપ ડવના હસ્તે કરાયુ હતુ. મહિલા અગ્રણીઓ સર્વશ્રી શીતલબેન ભલાણી, રેનીલબેન પાણ, પરીતાબેન કોટડીયા, દર્શનાબેન ચાંગેલા, નીમાબેન ઘોડાસરા, કંચનબેન મકાતી, રમાબેન કણસાગરા, કાંતાબેન વાછાણીએ  સમુહમાં માં ઉમીયા સમક્ષ દીપપ્રગટાવ્યો હતો. આ ઉદ્દઘાટન સમયે સમાજના આગેવાનો સર્વશ્રી પ્રભુદાસભાઇ કણસાગરા, જમનભાઇ ભલાણી, પરસોતમભાઇ ડઢાણીયા, શિવલાલભાઇ ઘોડાસરા, જમનભાઇ વાછાણી, અમુભાઇ ડઢાણીયા, વિપુલભાઇ સંતોકી, કાંતિભાઇ મકાતી, કિશોરભાઇ ઘોડાસરા, રમેશભાઇ ઘોડાસરા, મનીષભાઇ ચાંગેલા, જગદીશભાઇ પરસાણીયા, મગનભાઇ વાછાણી, ડેનીશભાઇ કાલરીયા, સંજયભાઇ કનેરીયા, વિનુભાઇ ઇસોટીયા, પ્રફુલ્લભાઇ સાપરીયા, વિજયભાઇ ગોધાણી, સુભાષભાઇ બોડા, કાંતિભાઇ વાછાણી વગેરે ઉપસ્થિત રહેલ. ઉપરાંત જયદીપભાઇ પટેલ, નરેન્દ્રભાઇ ડઢાણીયા, અશ્વિનભાઇ લાલકીયા, દેવાંશ ડઢાણિયા, નિર્મલ ગામી, પ્રતિક માણાવદરીયા, આયુશ ફળદુ, હરીકૃષ્ણ આદ્રોજા, ઝીલ ચનીયારા, જશ મેંદપરા, સુજલ પટેલ, કેતન વાછાણી, શિવ હીંગરાજીયા, સૌમ્ય હીંગરાજીયા, જેનીશ ઘેટીયા, નીલ જાવીયા, પ્રો. વિનુભાઇ ઇસોટીયા, ચિરાગભાઇ વાછાણી, ચંદ્રેશભાઇ અઘેરા, ડો. વિજયભાઇ વામજા, ડો. વિશાલભાઇ વાછાણી, ચિરાગભાઇ ઘેટીયા, કાંતિભાઇ વાછાણીની યુવા ટીમ સંચાલનમાં સહયોગ માટે ઉપસ્થિત રહેલ. ત્રણ દિસસના ડ્રીમ ક્રિએશન એકઝીબીશન અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મહિલા સંગઠન સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી, ઇન્ચાર્જ રાજેશ્રીબેન રોજીવાડીયા, કન્વીનર હેતલબેન કાલરીયાના નેતૃત્વમાં અંજનાબેન કણસાગરા, ચંદ્રીકાબેન ટીલવા, ગીતાબેન ગોલ, હર્ષિદાબેન કાસુન્દ્રા, ગીતાબેન સાપરીયા, જાગૃતિબેન હુડકા, હર્ષાબેન કાલરીયા, વંદનાબેન ભડાણીયા, કિરણબેન માકડીયા, નીતાબેન પરસાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)