Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સોખડામાં બનનાર સોલાર પાવર પ્લાન્ટ-નાકરાવાડી ખાતે વેસ્ટ પ્રોસેસિંગની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મ્યુ.કમિશ્નર

રાજકોટ :  મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૦ના રોજ સવારે નાકરાવાડી લેન્ડ ફીલ સાઈટની મુલાકાત કરી હતી, અને આ સાઈટ ખાતે વેસ્ટ પ્રોસેસિંગની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તદઉપરાંત લેન્ડ ફીલ સાઈટ સેલ-૧ અને સેલ-૨ ની કામગીરી પણ નિહાળી હતી. સાથોસાથ કમિશનરશ્રીએ જુની સાઈટ સોખડાની વિઝિટ પણ કરી હતી.નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્લાન્ટની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા કમિશનરશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધેલી ઉપરોકત સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, એડી. સિટી એન્જી. બી.ડી.જીવાણી, ડેપ્યુટી એન્જિનિયર અંબેશ દવે અને આર.વી.જલુ, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી હાજર રહયા હતાં.

(3:53 pm IST)