Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રા.લો.સંઘની ચૂંટણીએ 'રંગ' પકડયો, ઢાંકેચા જુથના ઉમેદવારને ધમકીની રાવ

રાજકોટ તા. ર૦ : સહકારી ક્ષેત્રની માતબર સંસ્થા રાજકોટ-લોધિકા સંઘની ૩ બેઠકો માટે સોમવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીના ઢાંકેચા જુથના ગણાતા ઉમેદવાર ભૂપગઢવાળા  લક્ષ્મણભાઇ મોહનભાઇ સિંધર્વે વાળાને અજાણ્યા શખ્શ દ્વારા ધમકી મળ્યાની રાવ કરી છે.

લક્ષ્મણભાઇની અરજીના આધારે ફોન કરનાર ખરેખર કોણ છે? અને તેની પાછળ કોઇનો દોરીસંચાર છે કે કેમ ? તે બાબતે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી.એન.વાઘેલાએ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવી છે.

(12:03 pm IST)