Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મનિષ રાઠોડઃ કયુબ કોયડા ઉકેલવાના નિષ્ણાત

ત્રણ વર્ષમાં રૂબિકસ કયુબના મહારથી બન્યાઃ ૧ર૦ પ્રકારના કયુબ સોલ્વ કર્યાઃ આંખે પાટા બાંધીને કયુબ-કોયડા ઉકેલે છેઃ વિવિધ રૂબિકસ કયુબનો સંગ્રહઃ યુ-ટ્યુબ ચેનલ દ્વારા કયુબ-કોયડાના જ્ઞાનનો પ્રસાર

૩ *૩નાં સામાન્ય રૂબિકસ કયુબ જોઇ તમને કયારેય વિચાર આવ્યો છે કે કઇ રીતે તેનો કોયડો ઉકેલી શકાય? મનિષ રાઠોડને ૪૪ વર્ષની ઉંમરે રૂબિકસ કયુબ જોઇને તે કઇ રીતે કામ કરે છે? એવો વિચાર આવ્યો. અને પછી શું? એ પછી તેમણે પાછા વળીને જોયુ જ નથી. ત્રણ વર્ષમાં તો તે રૂબિકસ કયુબનાં મહારથી બની ગયા. તેમની પાસે અત્યારે અલગ અલગ આકારનાં અલગ અલગ કદનાં ૧૦૦થી વધુ રૂબિકસ કયુબઙ્ગ છે અને હજી આ સંગ્રહમાં બીજા રૂબિકસ કયુબનો ઉમેરો થઇ રહ્યો છે. તેમણે તો નક્કિ જ કરી લીધુ છે કે નવા નવા અને વધુ પડકાર જનક રૂબિકસ કયુબનાં કોયડાને ઉકેલીને પોતાના સંગ્રહમાં ભેગા કરવા. મગજ દોડાવીને સતત પ્રયત્ન કરવા રહેવા માટે રૂબિકસ કયુબને સોલ્વ કરવામાં આવતા અટપટા પડકારો જ તેમને પ્રેરણા પુરી પાડે છે. પોતાની જાતને જ પોતાના પ્રતિસ્પર્ધી માનતા મનિષ રાઠોડ અને રૂબિકસ કયુબ વચ્ચે પડકાર અને પ્રેરણાનો સંબંધ છે.

પણ આ સફર સરળ ન હતી. જીજ્ઞાશાવશ પહેલો રૂબિકસ કયુબ સોલ્વ કરવાની શરૂઆત કરી. મહિનાઓ સુધી ગડમથલ ચાલી. કેવી રીતે કોયડો ઉકેલવો? એનાં પ્રયત્નો કર્યા. અને જયારે રૂબિકસ કયુબને સોલ્વ કરવાનું ગણિત મનિષ રાઠોડનાં મગજમાં ગોઠવાઇ ગયુ એ પછી નવા ક્ષેત્રમાં અનોખી સફરની શરૂઆત થઇ.

મનિષ રાઠોડ સ્પીડ કયુબર નથી પરંતુ તેમને અલગ અલગ પ્રકારનાં રૂબિકસ કયુબ રસપ્રદ લાગે છે, તેને સોલ્વ કરવા સતત નવા અને અવનવા રસ્તા તે વિચારતા રહે છે. પોતાના વ્યવસાય માટે સતત પ્રવાસ કરવાને કારણે રૂબિકસ કયુબ વિશે જાણવા અને સમજવાની તેમને વધુ તક મળે છે. તેમણે (બ્લાઇન્ડ ફોલ્ડેડ) આંખે પાટા બાંધીને રૂબિકસ કયુબ સોલ્વ કરવાનું પણ શીખી લીધું.

રૂબિકસ કયુબ સોલ્વ કરવાની તેમની કરામતો જોઇને બીજા ઘણા લોકોને પણ એમ કરવાની ઇચ્છા થઇ. પણ હવે એ લોકોને શીખવાડે કોણ? રૂબિકસ કયુબ સોલ્વ કરતા મનિષ રાઠોડે આનો પણ ઉકેલ શોધી નાંખ્યો. ગયા વર્ષનાં ઓગસ્ટ મહિનાથી તે ટ્યુટોરીઅલ વીડિયો બનાવવા લાગ્યા. રૂબિકસ કયુબને સમર્પિત તેમની યુટયુબ ચેનલ ‘Manqube Manish Rathod’ પર અત્યારે ૧૨૦થી વધુ રૂબિકસ કયુબ સોલ્વ કરવાનાં ટ્યુટોરીઅલ વીડિયો ઉપરાંત કયુબ એસેમ્બલી ના પણ વીડિયો છે. આ ઉપરાંત તેમણે “Manqube Hindi”નામની એક યુ ટ્યુબ ચેનલ ઈન્ડિયન વ્યુઅર્સ માટે બનાવેલ છે.ઙ્ગ આ બન્ને ચેનલ પર તે નિયમિત રીતે રૂબિકસ કયુબને લગતા તમામ વીડિયો મુકીને રૂબિકસ કયુબ વિશે તેમનું જ્ઞાન વહેંચે છે.

મનિષ રાઠોડ ફિટનેસ ફ્રિક છે. તેમણે યોગથી તનને તંદુરસ્ત રાખ્યું છે અને રૂબિકસ કયુબથી પોતાના મગજને તેજ બનાવ્યું છે. તે સાયકલિંગ પણ કરે છે અને વાંચનનો શોખ પણ છે. તમને થશે કે એક દિવસમાં આટલી બધી પ્રવૃતિ? હા, મનિષ રાઠોડે સાબિત કર્યું છે કે જોશ અને જૂસ્સો હોય તો ૨૪ કલાકના એક દિવસમાં અનેક પ્રવૃતિ કરી જ શકાય છે. તેમની આસપાસનાં લોકોને પણ તે ફુરસદનાં સમયમાં ફ્રિ નહી રહેવાની સતત પ્રેરણા આપે છે. દ્યણી બધી રચનાત્મક પ્રવૃતિઓ અને રૂબિકસ કયુબ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને સતત કઇક નવુ શીખીને આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે.

કયુબ-ગણિત સમજી લો તો તેનો ઉકેલ સરળ બને

રૂબિકસ કયુબ સોલ્વ કરવાના પડકારોનો સામનો કરી આ ક્ષેત્રમાં તેમણે મહારથ હાસિલ કરી અને સાથે સાથે તેમના આ શોખને કારણે જ તે અમદાવાદનાં જ નહીં પણ દેશ ના જાણીતા કયુબ સંગ્રાહક બની ગયા છે. રૂબિકસ કયુબનાં કોયડાને ઉકેલવાનું મુળ તો ગણિતમાં જ રહેલુ છે. મનિષ રાઠોડ કહે છે કે, કયુબને સોલ્વ કરવાનાં અમુક મુળભુત અલ્ગોરિથમ્સ છે અને એ સિવાય તેમણે પોતે પણ કયુબ સોલ્વ કરવાના અલ્ગોરિથમ્સ વિકસાવ્યા છે. કેટલાક મુળભુત કયુબને આધારે જ ડીઝાઇનરો નવા કયુબ્સ બનાવતા રહે છે. મનિષ રાઠોડ હવે નવા કયુબ સોલ્વ તો કરે છે પણ સાથે સાથે તે કયુબ એસેમ્બલ કેવી રીતે થાય એ પણ શીખી લીધું.

મનિષ રાઠોડઃ રપ વર્ષથી સમાચાર જગત સાથે સક્રિય સંકળાયેલ છે

શ્રી મનિષ રાઠોડ છેલ્લા રપ વર્ષોથી પ્રિન્ટ-રેડિયો અને ટીવી ન્યુઝ ચેનલ જગત સાથે સક્રિય સંકળાયેલા છે. અત્યારે તેઓશ્રી ટીવી નાઇન ચેનલમાં એસોસિએટ વાઇસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો સંપર્કઃ ઇમેઇલ એડ્રેસઃ   manish.rathod. mr@gmail.com ઉપર કરી શકાય છે.   જૂજ જોવા મળતી આ અપ્રતિમ સિદ્ધિઅંગે મનિષભાઇ ઉપર મો.૯૯૦૯૯ ૪૧૬૧૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:44 pm IST)