Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજસ્‍થાની શખ્‍સે ફેક ફેસબૂક આઇડીમાં રાજકોટની યુવતિના બિભત્‍સ ફોટા પોસ્‍ટ કર્યાઃ સાયબર ક્રાઇમમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના જંકશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતી અને રાજસ્‍થાનની કોલેજમાં અભ્‍યાસ કરતી ૨૦ વર્ષની યુવતિના બિભત્‍સ ફોટા એક ફેક ફસબૂક આઇડીમાં પોસ્‍ટ થઇ જતાં આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્‍યો છે. પોલીસે રાજસ્‍થાનના અલવર જીલ્લાના મંડાવર ગામે રહેતાં શકમંદ ક્રિષ્‍ણકુમાર મીણા નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. આ શખ્‍સે રેખા ડોન કારોલી અને છોટી મીના નામથી ફેક ફેસબૂક આઇડી બનાવી તેમાં રાજકોટની કોલેજીયન યુવતિના ફોટા મુકી તેમજ બીજા ફોટાઓ અને પોસ્‍ટ મુકી  દીધા હતાં. આ બાબતની જાણ યુવતિને તેના સગા મારફત થઇ હતી. પોસ્‍ટમાં બિભત્‍સ ફોટા અને મેસેજીસ પણ મુકી દેવાયા હતાં. આઇડીને આધારે તપાસ કરતાં ખબર પડી હતી કે મંડાવર ગામનો ક્રિષ્‍ણકુમાર મીણા ગામમાં અવાર-નવાર ડી.જે. વગાડવા આવતો હોઇ તેની સાથે યુવતિને પરિચય થતાં એક બીજા સાથે ફોનમાં વાતચીત કરતાં હતાં. એ પછી યુવતિએ વાતચીતના સંબંધ પુરા કરી નાંખતા આ શખ્‍સે તેણીને બદનામ કરવાના ઇરાદે ફેક આઇડી બનાવી દીધાની શંકા દર્શાવાતા પીએસઆઇ દિપકભાઇ પંડિતે ગુનો નોંધતા પીએસઆઇ જે. એમ. વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)