Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રૈયાધારમાં એલસીબી ઝોન-૨ ટીમનો દરોડોઃ જૂગાર રમતાં પાંચ શખ્‍સ પકડાયા

રાજકોટઃ રૈયાધાર મફતીયાપરામાં જાહેરમાં જૂગાર રમતાં પાંચ શખ્‍સોને પોલીસે પકડી લીધા હતાં. એલસીબી ઝોન-૨ની ટીમે દરોડો પાડી સંજય કિશોરભાઇ ખાટેરા (ઉ.૩૨), ધર્મેશ નારણભાઇ સોલંકી (ઉ.૨૩), પ્રકાશ દિપકભાઇ વઢવાણીયા (ઉ.૨૮), કુમાર નારણભાઇ સોલંકી તથા સરજુ બચુભાઇ તલાટીયા (ઉ.૩૮)ને જૂગાર રમતાં ઝડપી લઇ રૂા. ૨૭૪૮૦ રોકડા કબ્‍જે લીધા હતાં.

ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા, જેન્‍તીગીરી ગોસ્‍વામી અને ધર્મરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(12:58 pm IST)