Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પરપ્રાંતિય સગીરાનું અપહરણ કરી દૂષ્‍કર્મ ગુજારી કુંવાર મા બનાવીઃ બબલુ ચોૈહાણ વિરૂધ્‍ધ આજીડેમ પોલીસની કાર્યવાહી

રાજકોટઃ શહેરના આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળ વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની એક સગીરાનું અપહરણ કરી વીડી વિસ્‍તારમાં લઇ જઇ લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્‍કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દેવામાં આવતાં તેણીએ દિકરીને જન્‍મ આપ્‍યો હતો. આજીડેમ પોલીસે અપહરણ, બળાત્‍કાર, પોક્‍સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.

આ બનાવમાં પોલીસે બબલુ શિવરામસિંહ ચોૈહાણ વિરૂધ્‍ધ બાળાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેની દિકરીને એકાદ વર્ષ પહેલા બબલુ ચોૈહાણ ભગાડી ગયો હતો અને માંડા ડુંગર તરફના વિડી વિસ્‍તારમાં રાખી હતી. તેમજ તેણીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ રાખી ગર્ભ રાખી દેતાં દિકરીનો જન્‍મ થયો હતો.  પીઆઇ વી. જે. ચાવડા અને સ્‍મીતભાઇ વૈશ્નાણી સહિતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:20 pm IST)