Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

આજીડેમ ચોકડી દૂરદર્શન કેન્‍દ્ર સામે બાઇકની ઠોકરે પરપ્રાંતિય રામપ્રીત સહાનીનું મોત

રાજકોટઃ આજી વસાહત આનંદનગર-૩ના ખુણે રહેતાં રામપ્રીત જંગીભાઇ સહાની (ઉ.વ.૫૦) ગઇકાલે આઠમની સાંજે આજીડેમ ચોકડી નજીક દૂરદર્શન કેન્‍દ્રના ટાવર સામે રોડ ક્રોસ કરી રહ્યા હતાં ત્‍યારે બાઇક નં. જીજે૦૩ડીએ-૦૦૮૩ના ચાલક બાબુ ધનજીભાઇ ડોડીયા (રહે. છપ્‍પનીયા ક્‍વાર્ટર ગ્રીનલેન્‍ડ ચોકડી)એ ઠોકરે ચડાવતાં રામપ્રીત સહાનીને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. બાઇક ચાલકને પોતાને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. એએસઆઇ વી. બી. સુખાનંદીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:23 pm IST)