Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફ જતા રસ્તેથી દારૂ ભરેલી કાર સાથે ચુડાના અકરમને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો: ૮,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ: શહેર વિસ્તારમા અસરકારક પેટ્રોલીંગ કરી દારૂ જુગારના કેસ કરી આવી પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમમાં હતી ત્યારે પીએસઆઇ એન. ડી. ડામોર તથા કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા નિતેષભાઇ બારૈયાને મળેલી સંયુકત હકીકતના આધારે આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફ જતા રસ્તે ૮૦ ફુટ રોડના ખુણે હાઇવેનિબસાઇડમાં સર્વીસ રોડ ઉપરથી ક્રેટા કાર જી.જે.૦૧.આર.એમ.- ૦૮૧૮ પકડી લેવામાં આવી હતી. કારમાંથી ૩૪૮ બોટલ દારૂ મળતા તે તથા કાર અને મોબાઈલ ફોન મળી કુલ મુદામાલ રૂ. ૮,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અકરમ અબ્બાસભાઇ જરગેલા (ઉ.વ.૩૫ રહે. ગામ ચુડા તા. ચુડા જી. સુરેન્દ્રનગર)ને પકડી લીધો છે. કારમાંથી  મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કીની બોટલો નંગ- ૨૨૮ તથા ઓલ સીઝન્સ વ્હીસ્કીની બોટલો નંગ - ૧૨૦ મળી છે.

આ કામગીરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં  સાહેબ નાઓએ રાજકોટ પોલીસ ઇન્સપેક્ટર વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ડી.ડામોર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ રાઠોડ તથા ધર્મેશભાઇ ડાંગર તથા પ્રદિપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા નિતેષભાઇ બારૈયા ધ્વારા કામગીરી કરવામાં આવી છે.

(2:10 pm IST)