Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટના લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં મનપાની ફુડ શાખાના સતત બીજા દિવસે દરોડા: ખાણીપીણીનાં સ્ટોલમાં ૪૩ સ્થળો એથી વાસી અખાધ્ય પ્રિપેર્ડ ફૂડ, મસાલા, ખુલ્લા વાસી કાપેલા ફ્રૂટ્સ તથા ઉપયોગમાં લેવાતા દાજીયા તેલનો કુલ ૨૨૮ કિલો જથ્થાનો નાશ કરાયો

લોકમેળામાં બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ" માં સ્થળ તપાસ દરમિયાન વેચાણ થતાં વિવિધ પ્રકાર ના આઈસક્રીમ કપ, કેન્ડી તથા કોન પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે MRP જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે વિવિધ ફ્લેવરના આઇસક્રીમ કપ કુલ ૮૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ ૧૦૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦,૦૦૦ કિમતનો જથ્થાનું વેંચાણ સ્થગિત કરાવેલ: લોકમેળા તથા પ્રાઈવેટ મેળા ના સ્થળ પર વેચાણ થતાં સ્મોક બિસ્કિટમાં ઉપયોગ થતાં લિક્વિડ નાઇટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્ય ચીજ હોય જે લિક્વિડ નાઇટ્રોજન વાળી ખાધ્ય ચીજો નું વેચાણ તાત્કાલિક અસર થી બંધ કરાવેલ 

રાજકોટ:  મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં ખાણીપીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ  કરવામાં આવ્યુ હતું.  લોકમેળામાં કુલ ૧૧૮ ટેમ્પરરી ફૂડ લાઇસન્સ આપવામાં આવેલ છે. રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળા ફૂડ સ્ટોલના ચેકિંગ દરમિયાન કુલ ૪૩ સ્થળો એથી ચેકિંગ દરમિયાન વાસી અખાધ્ય ચીજો જેવી કે પ્રિપેર્ડ ફૂડ, મસાલા, ખુલ્લા વાસી કાપેલા ફ્રૂટ્સ તથા ઉપયોગમાં લેવાતા દાજીયા તેલનો કુલ મળીને અંદાજિત ૨૨૮ kg તથા જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. 

 

રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળામાં સ્ટોલ નં. X-13મા  "બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ" માં સ્થળ તપાસ દરમિયાન વેચાણ થતાં વિવિધ પ્રકાર ના આઈસક્રીમ કપ, કેન્ડી તથા કોન પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે MRP જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે વિવિધ ફ્લેવરના આઇસક્રીમ કપ કુલ ૮૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ ૧૦૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦,૦૦૦ કિમતનો જથ્થાનું વેંચાણ સ્થગિત કરાવેલ છે તેમજ ફૂડ સ્ટોલ પર આપવામાં આવેલ ફૂડનો પરવાનો રદ કરેલ છે તેમજ તે અંગે નોટિસ આપવામાં આવેલ છે. 

• તથા લોકમેળામાં ફૂડ સ્ટોલ -Bમાં ચેકિંગ દરમિયાન ફરાળી ચિપ્સમાં વપરાતો મકાઇનો લોટ ૨ કિ.ગ્રા તથા અખાધ્ય વાસી ચટણી ૮ કિ.ગ્રા જથ્થાનો સ્થળ પર નાશ કરેલ તથા હાયજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. 

તથા લોકમેળામાં ફૂડ સ્ટોલ -B માં ચેકિંગ દરમિયાન અખાધ્ય વાસી ચટણી ૫ કિ.ગ્રા તથા મરચાં પાઉડર ૨ કિ.ગ્રા જથ્થાનો સ્થળ પર નાશ કરેલ તથા હાયજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. 

તથા લોકમેળામાં ફૂડ સ્ટોલ પ્લોટ નં. ૨૨ માં ચેકિંગ દરમિયાન પેકિંગ પર બેચ નંબર, ઉત્પાદક તારીખ, યુઝ બાય ડેટ જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે છાશની બોટલ (૨૦૦ ml વાળી)  ૧૨૦ નંગ - ૨૪ લિટર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ તથા તે અંગે નોટિસ આપવામાં આવેલ. 

 

આ ઉપરાંત પ્રાઈવેટ મેળાના ચેકિંગ દરમિયાન શીતલ પાર્ક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે યોજવામાં આવેલ રોયલ લોકો નો રોયલ મેળો-૧, માં ફૂડ સ્ટોલ ની તપસ કરતાં સ્થળ પર મળી આવેલ વાસી અખાધ્ય ૮ કિ.ગ્રા. સોસ તથા ૨ કિ.ગ્રા. મીઠી ચટણી નો સ્થળ પર નાશ કરેલ છે. 

 તથા લોકમેળા તથા પ્રાઈવેટ મેળા ના સ્થળ પર વેચાણ થતાં સ્મોક બિસ્કિટમાં ઉપયોગ થતાં લિક્વિડ નાઇટ્રોજનના સીધા સંપર્કમાં આવતી ખાદ્ય ચીજ હોય જે લિક્વિડ નાઇટ્રોજન વાળી ખાધ્ય ચીજો નું વેચાણ તાત્કાલિક અસર થી બંધ કરાવેલ છે.

 

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લોકમેળો, પ્રાઈવેટ મેળા તથા આજીડેમ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૩ પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા કુલ ૨૭ કિ.ગ્રા. દાજીયા તેલનો સ્થળ પર નાશ કરેલ તેમ રાજકોટ મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવાયું છે.

 

(4:16 pm IST)