Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ચોમાસાની ઋતુમાં શાકભાજીના પાકની તકેદારી અંગેના સૂચનો

રાજકોટ:ચોમાસાની ઋતુમાં શાકભાજીમાં જીવાત  પડવાની સંભાવના અંગે ખેડખેડૂતમિત્રોને તરઘડીયા કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેતીલક્ષી સૂચનો અપાયા છે.

જે મુજબ તુરિયા, દૂધી, ગલકા, કારેલા, ગુવાર, કાકડી અને તરબૂચ જેવા વિવિધ શાકભાજી અને ફળોના  પાકમાં સફેદ માખી નામની જીવાત અને તળછારો નામનો રોગ સામાન્ય રીતે  ફેલાતો હોય છે. જેના  નિવારણ અર્થે ખેડૂતોએ વધારાના વરસાદી પાણીનો નિકાલ કરવો. તથા સફેદ માખીના નિવારણ માટે લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોડીનાં બીજનું ૫ (પાંચ) ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪ મીલી અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. આ ઉપરાંત વેલાવાળા શાકભાજીમાં તળછારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપમા મિશ્ર કરી છંટકાવ કરવા યાદીમાં જણાવાયું છે.

(11:53 pm IST)