Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કાલાવડ રોડ બાપા સીતારામ પાર્કમાં ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ સાત પત્તાપ્રેમી ઝડપાયા

કેટરર્સ સંચાલક ચંદુ ઉર્ફે સંજય તથા સંકેત ઉર્ફે જય, પરેશ, નીતીન, કેતન, માવજી અને હરજીની ધરપકડ

રાજકોટ તા. ર૦: કાલાવડ રોડ પર આવેલા બાપા સીતારામ પાર્કમાં જે. કે. ટ્રેડીંગ નામના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગારનો અખાડો ચલાવનાર કેટરર્સના સંચાલક સહિત સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર મટુકી હોટલની પાછળ બાપા સીતારામ પાર્કમાં આવેલા જે. કે. ટ્રેડીંગ નામના ગોડાઉનમાં જુગારધામ ચાલતું હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ તથા સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળતા બાપા સીતારામ પાર્ક સર્વે નં. પ૦માં આવેલા જે. કે. ટ્રેડીંગ નામના ગોડાઉનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ગોડાઉનના માલીક ચંદુ ઉર્ફે સંજય વલ્લભભાઇ ભુત (રહે. રાજદીપ સોસાયટી) તથા નાના મવા રોડ, કસ્તુરી રેસીડેન્સી જીવરાજ પાર્કના સંકેત ઉર્ફે જય બટુકભાઇ સાવલીયા, કાલાવડ રોડ મારૂતી પાર્ક-૩ના પરેશ છગનભાઇ ગાજીપરા, મવડી દ્વારકાધીશ સોસાયટી શેરી નં. ૧ના નીતીન બચુભાઇ પાનસુરીયા, કાલાવડના નિકાવા ગામના કેતન લીંબાભાઇ વીરડીયા, માવજી બેચરભાઇ સાવલીયા અને કાલાવડના કોઠા ભાડુકીયાના હરજી નાગજીભાઇ કથીરીયાને પકડી લઇ રૂ. પ૩,પ૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. જે. જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઇ ચાવડા, શકિતસિંહ, સ્નેહભાઇ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:17 pm IST)