Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મારી જેમ વજુભાઈએ પણ નરેન્દ્રભાઈનું માન જાળવ્યું હતું, તેમણે પણ રાજકોટની બેઠક ખાલી કરી આપી હતીઃ વિજયભાઈ

સરકાર દ્વારા ઉભી કરેલી સુવિધાઓના લીધે લોકોને કલા માણવાનો લાભ મળે છેઃ વજુભાઈ વાળા : સરગમ કલબ સંચાલીત નવનિર્મીત હેમુ ગઢવી હોલનું ઉદ્દઘાટનઃ સંગીતપ્રેમીઓએ જુના ગીતો માણ્યા

રાજકોટઃ રાજયના યુવક સેવા અને સંસ્કૃતિક વિભાગ દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી હોલના નવનિર્માણનું કાર્ય પૂરૃં થતાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈએ કહ્યું હતું કે, હેમુ ગઢવી હોલ એ રાજકોટને મળેલું એક નઝરાણું  છે અને તેમાં વધેલી સુવિધાઓને લીધે સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિકાસ થશે. રાજકોટ શહેરને કલાનું કેન્દ્ર બનવાની તક મળશે. કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થ ાને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, રાજકોટ એક ઝડપથી વિકસતું જતું શહેર છે અને સરગમ કલબ જેવી સંસ્થા તેના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.  તેમણે કહ્યું તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકોટ આધુનિક શહેર બને તે માટે પ્રયાસો કર્યા હતા અને તેમાં સફળતા પણ મળી છે. તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં એક મીનીટનો પણ વિચાર કર્યા વગર ખુરશી ત્યાગી દીધી હતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું હતું. ભૂતકાળમાં આ જ રીતે વજુભાઈ વાળાએ નરેન્દ્રભાઈ મોદી માટે રાજકોટની બેઠક ખાલી કરી આપી હતી.

આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, રાજકોટ સંસ્કૃતિક પ્રવૃતિઓથી ધબકતું શહેર છે અને રાજય સરકારે ઉભી કરેલી સુવિધાઓને લીધે લોકોને કલા માણવાનો લાભ મળે છે. તેમણે વિજયભાઈને રાજકોટનો સર્વાંગી વિકાસ કરવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.

આ પૂર્વે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હેમુ ગઢવી નાટયગૃહ એ ગુજરાતની ભાજપની સરકારે રાજકોટની આપેલું એક નજરાણું છે અને છેલ્લા ૨૧ વર્ષથી સરગમ કલબ તેનું સંચાલન કરી રહ્યું છે અને તાજેતરમાં જ વિજયભાઈ રૂપાણીએ આ હોલ નું સંચાલન વધુ ૧૦ વર્ષ માટે સરગમ કલબને સોંપ્યું છે.

છ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન રૂમમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. મને આશા છે કે રાજકોટની કલા પ્રેમી જનતાને આ સુવિધાઓ પસંદ આવશે અને લોકો વધુને વધુ તેનો લાભ લેશે.ગુણવંતભાઈએ આ નવીનીકરણ માટે રાજયસરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓનો પણ આભાર માન્યો હતો.

આ પ્રસંગે રાજકોટના સંસદ સભ્યો રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, બાન લેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, પુજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા, ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, રાજકોટ જીલ્લા પંચાયતનાં પ્રમુખ ભુપતભાઈ બોદર, ડી.એમ.એલ. ગ્રુપના હરીશભાઈ લાખાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ,અંજલીબેન રૂપાણી, ડો. વલભભાઈ કથીરિયા,સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન સરગમ લેડીઝ કલબના મંત્રી ડો. માલા કુંડલિયાએ કર્યું હતું. જયારે આભારવિધિ સ્મિતભાઈ પટેલે કરી હતી.

આ કાર્યક્રમમાં સાંજ સમાચારના પૂર્વીબેન શાહ, રઘુનંદનભાઈ સેજપાલ, નંદલાલભાઈ માંડવીયા, ખોદીદાશભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, શિવલાલભાઈ રામાણી, અનંતભાઈ ઉનડકટ,ડી.વી. મહેતા, પ્રવીણભાઈ રૂપાણી, ગોપાલભાઈ માંકડિયા, જયંતભાઈ દેસાઈ, મનસુખભાઈ ઝાલાવાડિયા,દિલીપભાઈ શેઠ,જીવનભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, જયશ્રીબેન સેજપાલ, હેલીબેન ત્રિવેદી, કાશ્મીરાબેન નથવાણી, કુંદનબેન રાજાણી, ચંદ્રિકાબેન ધમીલીયા, કાંતાબેન કથીરિયા લતાબેન તન્ના, રેણુકાબેન યાજ્ઞિક,આશાબેન શાહ, શિલ્પાબેન પૂજારા, સુધાબેન ભાયા, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, બિહારીભાઇ ગઢવી, મુકેશભાઈ દોશી, જયેશભાઈ ઉપાધ્યાય, બળવંતભાઈ જાની, અપૂર્વભાઈ મણીયાર, હરગોપાલસિંહ જાડેજા, સાંતુભાઈ રૂપારેલીયા, લલીતભાઈ રામજીયાણી,સુનીલભાઈ શાહ, રમણીકભાઈ જસાણી, યુસુફભાઈ માંકડા,હરીસીંગભાઈ સુથરિયા, નવીનભાઈ ઠક્કર,પ્રતાપભાઈ પટેલ, કમલનયન સોજીત્રા, રમેશભાઈ ઠક્કર, મિલનભાઈ કોઠારી, રામજીભાઈ શિયાણી, યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ રાજકોટના અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેરાજસિંહ  વાઘેલા તેમજ સરગમ નાં આમંત્રિત ડોનરો બન્ને કલબના કમિટી  ઉપસ્થિત રહેલ.  

આ કાર્યક્રમની સાથે સાથે મુંબઈના પ્લેબેક સિંગરો સુરોજીત ગુહા(ચેન્નઈ), સંગીતા મેલેકર,નીલિમા ગોખલે, ગોવિંદ મિશ્રા, તેમજ એનાઉન્સર તરીકે મોહસીન શેખ (અમદાવાદ) આ સાથે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીક મેલોઝ ઓર્કેસ્ટ્ર  સાથે મ્યુઝીકલ પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો અને બધા કલાકારોએ જુના નવા ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કલાકારોએ વિજયભાઈ રૂપાણી સાથે તસવીરો પણ પડાવી હતી.

આ કાર્યક્રમની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્ર શેઠ, જયસુખભાઈ ડાભી, અલ્કાબેન કામદાર લેડીસ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલા કુંડલિયા, ગીતાબેન હિરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)