Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અકસ્માતમાં ઇજા પામનાર બાળાને તુરંત મદદ કરનાર કયુઆરટી ટીમનું સન્માન કરવામાં આવ્યું

પીએસઆઇ જે. એમ. ઝાલા, કોન્સ. દિલીપસિંહ ચોૈહાણ અને દિગ્વીજયસિંહને પ્રશંસાપત્ર

રાજકોટઃ શહેર પોલીસ અવાર-નવાર શહેરીજનોની મદદ કરી મે આઇ હેલ્પ યુનું સુત્ર સાર્થક કરે છે. ૧૭મીએ બહુમાળી ચોકમાં એક કાર દ્વારા સ્કૂટરને ટક્કર લાગી જતાં સ્કૂટર ચાલક   દિકરીને ઇજાઓ થતાં શહેર પોલીસની કયુઆરટીની ટીમના પીએસઆઇ જે. એમ. ઝાલા, કોન્સ. દિલીપસિંહ ચોૈહાણ, દિગ્વીજયસિંહ જયરાજસિંહે તુરત જ પોલીસની વેનમાં ઉપલબ્ધ પ્રાથમિક સારવારના સાધનોથી ઇજાગ્રસ્ત દિકરીને સારવાર આપી હતી અને બાદમાં પોલીસ વેનમાં બેસાડી હોસ્પિટલે ખસેડી હતી અને તેણીના વાલીને જાણ કરી હતી. આ કામગીરી કરનાર કયુઆરટીની ટીમનું પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણુકુમાર મીણાએ  પ્રશંસાપત્ર આપી સન્માન કર્યુ હતું.

(3:56 pm IST)