Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

''ત્રિકોણ બાગ કા રાજા'' ગણપતિ મહોત્સવનું સમાપનઃ મૂર્તિ વિસર્જન પુજામાં સેંકડો ભાવિકોએ કરી વંદના

રાજકોટઃ ''ત્રિકોણબાગ કા રાજા'' ગણપતિ મહોત્સવના અંતિમ ચરણમાં શનિવારે સાંજે પંડાલમાં યોજાયેલ સત્યનારાયણ ભગવાનની કથામાં ભાવિકોની વિશાળ હાજરી હતી. સૌએ કથાશ્રવણ અને પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવી રાત્રે સાર્વજનિક દાંડિયા રાસની સ્પર્ધામાં વિવિધ ડ્રેસમાં સજ્જ થઇનેઆવેલા ભાઇ-બહેનોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો, ડી.જે.સંગીતના તાલે દાંડિયારાસમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા. વિજેતાઓને આયોજક સમિતિ તરફથી લાખેણા ઇનામો જીમ્મીભાઇ અડવાણીના હસ્તે અપાયા હતા. શનિવારે ત્રિકોણબાગ કા રાજાની આ વર્ષની અંતિમ મહાઆરતીમાં રાજકોટના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સામેલ થયા હતા. જેમાં સ્વામીનારાયણ આશ્રમ ખીરસરાના શાસ્ત્રી સ્વામી ભકિતપ્રકાદાસજી, રાજકોટ મ્યુ.કોર્પોરેશનના ડે.મેયર ડો .દર્શિતાબેન શાહ, બેલાબેન રાઠોડ, શહેર ભાજપ કાર્યાલયના હરેશભાઇ જોષી, શહેર કોંગ્રેસ અગ્રણી અતુભાઇ રાજાણી, દિલીપ આસવાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, બીનાબેન મિરાણી, વોર્ડ નં. ૭ના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, ડો. ચાર્મીબેન પાડલિયા, ડો. નિતિનભાઇ રાડિયા, જીજ્ઞેષભાઇ રાઠોડ, રાજેશભાઇ ખેતાણી, શિવસેનાના ખોડુભા ગોહિલ, જાકીરભાઇ ગાંધી, જે.કે. અરોરા, એલઆઇસી બ્રાંચ મેનેજર શત્રુધ્નસિંહા, લલિતભાઇ ચૌહાણ, નરેન્દરભાઇ સાંચલા, બિરેન બુચ, હિતાક્ષીબેન વાડોદરિયા, ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, ભાવેશભાઇ સવાણી, મુકેશ કમાણી, વિજયભાઇ પારખીયા, પાયેલ રાજપુત, દેવભાઇ રાજપુત, હસુભાઇ કોટેચા, ઓમ હોસ્પીટલના ડો. વિરલ બલદાણીયા, ડો. મમતા બદલાણીયા, ડો. સ્ટાફ નટખટ યુવા ગ્રુપના યજ્ઞેશભાઇ પટેલ વગેરે મહાનુભાવોએ પંડાલમાં પધારીને સમુહ આરતીમાં ભાગ લઇને ગણપતિ વંદના કરી હતી. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના આદ્યસ્થાપક અને અધિક્ષક જીમ્મી અડવાણી સંબંધિત સૌની સેવાઓનું ઋણ સ્વીકાર કરીને સહયોગી સર્વેનો આભાર માનેલ. તથા સમિતિના સભ્યો ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક, રાજન દેસાણી, ભરત રેલવાણી, કિશન સિધ્ધપુરા, બીપીન મકવાણા, પ્રકાશ જંજુવાડીયા, ભરત મકવાણા, નાગજી બાંભવા, કાળાભાઇ સાનિયા, વિલમ નૈયા, વંદન, ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠ્ઠલાણી, સન્નીભાઇ કોટેચા, અભિષેક કણસાગારા, પ્રાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, યોગેન્દ્ર છનિયારા, વગેરેએ જાહેર આભાર માન્યો હતો. દરમિયાન રવિવારે મૂર્તિ વિસર્જન સાથે મહોત્સવનું સમાપન કરવામાંઆવેલ.

(4:00 pm IST)