Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સિધ્ધી વિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં છપ્પનભોગ સાથે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય– સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક  આયોજન કરવામાં આવેલ ગણપતિદાદાને છપ્પનભોગ ધરવામાં આવેલ.  ઉપસ્થિત આગેવાનો– કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતી યોજવામાં થઇ હતી. નવમા દિવસે ગણપતિ મહારાજની આરતીનો લાભ  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને તેમના ધર્મપત્ની બીનાબેન મિરાણીએ તેમજ વોર્ડ નં. ૧૭માંથી જયંતીભાઈ નોંધણવદરા, ચંદુભાઈ ગરનારા, કાંતીભાઈ જોબનપુત્રા, અજય જાદવ, વિક્રમભાઈ રબારી, સંદીપ પરમાર, હાર્દિક બેનાણી, શૈલેષ પરસાણા, વીરૂભાઈ ચાવડા, અભીષેક ચૌહાણ અને વોર્ડ નં.૧૮ માંથી જીજ્ઞેશ જોષી, શૈલેષ બુસા, હીતેશ       ઢોલરીયા, સંજયસિહ રાણા, શૈલેષ પરસાણા, ભારતીબેન પરસાણા, અનીલ દોંગા, વીરલભાઈ ઈડા, કિશનભાઈ અજાણી, પંકજ લખતરીયા, હેમંત કપુરીયા, નીલેશ મુંગરા, દીનેશ લીબાશીયા, માલતીબેન ચાવડા, દક્ષાબેન વાઘેલા, નટુભાઈ વાઘેલા, સુરેશભાઈ સંચાણીયા, રવીભાઈ મેસવાણીયા, રાજુભાઈ માલધારી, વર્ષાબેન સભાયા, સુમીતાબેન ચોવટીયા,  સહીતના એ ગણપતી દાદાની મહાઆરતીનો લાભ લીધો હતો. આ તકે શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ  જોષી, દલસુખ જાગાણી, રમેશભાઈ જોટાંગીયા, રાજન ઠકકર, નીલેશભાઈ ચાવડા સહીતના મહાઆરતીમાં જોડાયા હતા. રવિવારે ગણપતિ દાદાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ–હવન યોજાયેલ હતો. ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે જ  ગણપતિ મંગલ મહોત્સવનું સમાપન કરી ગણપતિ વિસર્જન કરવામાં આવેલ.  ગણપતી મંગલ મહોત્સવના નવમા અને અંતિમ દિવસે કાર્યાલય ખાતે આરતી વ્યવસ્થા અને પ્રસાદ વિતરણની વ્યવસ્થાને સફળ બનાવવા પી. નલારીયન પંડીત, ચેતન રાવલ, રાજ ધામેલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)