Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાજપ કાર્યાલયે હવન સાથે ગણેશ મહોત્સવનું સમાપનઃ ત્યાં જ મૂર્તિવિસર્જન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની યાદીમાં જણાવ્યા મુજબ શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય– સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ ત્યારે  ગણપતિ મહારાજનાં દશાંશ હવન સાથે ગણપતિ મહોત્સવનું સમાપન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ બપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ'ના ના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાઈ આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, નિતીન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ગોિંવંદભાઈ પટેલ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ડો. પ્રદિપ ડવ, ડો. દર્શીતાબેેન શાહ, પુષ્કર પટેલ, વીનુભાઈ ઘવા, સુરેન્દ્વસિહ વાળા, વિક્રમ પુજારા, અનીલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયા, લલીત વાડોલીયા, જે.પી. ધામેચા,યોગેશ ભુવા  સહિતનાં સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો બહોળી સંખ્યામાં જોડાઈ આ વિસર્જન મહાઆરતીનો લાભ લઈ ગણપતિ ને પ્રિય મોદકનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.અને ગણપતિ દાદાની પ્રતિમાનું ભાજપ કાર્યાલય ખાતે જ કુંડમાં વિસર્જન કરી તેને ભાવભીની વિદાય આપી હતી અને ભગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આભ ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ તકે ગણપતિ યજ્ઞમાં પરેશ હુબંલ અને તેમનાં ધર્મ પત્નિ ઉપસ્થિત રહયા હતાં અને શાસ્ત્રીશ્રી બાલુભાઈ મહારાજ અને અન્ય ભૂદેવો દવારા વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતુ. તેમજ કોરોનાની મહામારીનાં કારણે સાદગીપુર્ણ આયોજનમાં પણ સહભાગી બની આ ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા  બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરે સૌનો જાહેર આભાર વ્યકત કર્યો હતો. 

(4:01 pm IST)