Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

માધાપર ચોકડી પાસેથી કૈલાસ અને સંજય ચોરાઉ બાઇક સાથે પકડાયા

યુનિવર્સિટી પોલીસે બંનેને પકડી પુછપરછ આદરી

રાજકોટ તા. ર૦ :.. જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે બે શખ્સો નંબર વગરનાં ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ, તથા જેન્તીગીરીને બાતમી મળતા  માધાપર ચોકડી પાસેથી કૈલાસ પરબતભાઇ મકવાણા (ઉ.ર૮) (રહે. રૈયા ગામ મ.પરા) અને સંજય મનસુખભાઇ મકવાણા (ઉ.૩ર (રહે. રૈયા રોડ બાપા સીતારામ ચોક) ને નંબર વગરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતાં.

આ કામગીરી પીઆઇ એ. એસ. ચાવડા, તથા પીએસઆઇ એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, સહદેવસિંહ, બ્રીજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(4:02 pm IST)