Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

શહેરના રાજમાર્ગો પરથી ૧૨૪ રેંકડી - કેબીન - પરચૂરણ સામાનના દબાણો હટાવાયા

દબાણ શાખાનો સપાટો : ૫૫૦ કિલો શાકભાજી તથા મંજુરી વિનાના રાજકીય, સામાજીક સંસ્‍થાના ૬૨૧ બોર્ડ - બેનરો જપ્‍ત

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખઃᅠ૦૭/૦૯/૨૦૨૨ થી ૧૮/૦૯/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૧૪ રેંકડી-કેબીન, ᅠઅન્‍ય ચીજવસ્‍તુઓ, ૫૫૦૪ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું તથા મંજુરી વિનાના રાજકીય - સંસ્‍થાના ૬૨૧ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આ અંગેની મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા રસ્‍તા પર નડતર ૩૫ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક,ᅠમોટી ટાંકી ચોક,ડેપ્‍યુટી મેયર ચોક,ᅠનાનામવા ચોક,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવી હતી, જુદીજુદીᅠ અન્‍ય ૯૨ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ,ᅠપુષ્‍કરધામ મેઇન રોડ,ᅠપરથી ᅠજપ્ત કરવામાં આવી હતી,ᅠ૫૫૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ᅠપુષ્‍કરધામ મેઈન રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂા. ૧,૨૩,૩૦૦ વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જયુબેલી ચોક,પેલેસ રોડ ભુપેંદ્ર રોડ,ᅠકરણસિંહજી રોડ,કેસરી પુલᅠપરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૪૧,૪૦૦ મંડપ ચાર્જ જે કોઠારીયા રોડ,ᅠરૈયા રોડ,ᅠસત્‍યસાંઈ રોડ,ᅠપંચાયત ચોક,ᅠસ્‍પિડવેલ પાર્ટી પ્‍લોટ પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો,ᅠઅને ᅠ૬૨૧ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ, સોરઠીયા વાડી,ᅠરેસકોર્ષ રિંગ રોડ ચૌધરી હાઇસ્‍કુલ,ᅠત્રિકોણ બાગ, પંચાયત ચોક,ᅠકિશાનપરા ચોક,ᅠમહિલા કોલેજ ચોક,ᅠટાગોર ચોક ᅠᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:36 pm IST)