Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જે.પી. નડ્ડા કાલે રાજકોટમાં : એરપોર્ટ ખાતે ભવ્‍ય સ્‍વાગત : મહાસંમેલન

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષનું એરપોર્ટ ખાતે રાસ ગરબા, સીદ્દી બાદશાહનું નૃત્‍ય સાથે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરાશે : ત્‍યારબાદ રાજયમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સાથે સંમેલન સંબોધશે : સાંજે મોરબી ખાતે રોડ શો

રાજકોટ, તા. ૧૯ : વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે. ત્‍યારે ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓ ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમિયાન ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી. નડ્ડા આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓના સ્‍વાગત માટે શહેરમાં વિવિધ સ્‍થળોએ હોર્ડીંગ્‍સ રાખવામાં આવ્‍યા છે.

તેઓ આવતીકાલે ૨૦મીના મંગળવારે બપોરે ૧ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જયાં શહેર ભાજપ દ્વારા તેઓનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. રાસ ગરબા, સીદ્દી બાદશાહનું નૃત્‍ય, ફૂલો સહિતના સાથે જે.પી. નડ્ડાનું સ્‍વાગત થશે.

એરપોર્ટ ખાતેથી જે.પી. નડ્ડાનો રોડ શો યોજાશે. જે રેસકોર્ષ ખાતે સમાપન થશે. જયાં ગુજરાતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં તેઓ સંમેલનને સંબોધન કરશે.

 આ સંમેલન બાદ જે.પી. નડ્ડા મોરબી જવા રવાના થશે. જયાં તેઓનો ભવ્‍યાતિભવ્‍ય રોડ શો યોજાએલ છે. તેઓ સાંજે મોરબીથી રાજકોટ પરત ફરશે. ત્‍યારબાદ દિલ્‍હી જવા રવાના થશે.  જે.પી. નડ્ડા રાજકોટ આવી રહ્યા હોય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ નેતાઓ - કાર્યકરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

(11:43 am IST)