Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

થાનગઢમાં ત્રેવીસ વર્ષની યુવતિએ ફિનાઇલ ગટગટાવી લેતાં મોત

મીના માધડે રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૦: થાનગઢમાં રહેતી ત્રેવીસ વર્ષિય યુવતિએ ફિનાઇલ પી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ થાનગઢના રાજીવનગરમાં રહેતી મીના છગનભાઇ માધડ (ઉ.૨૩) નામની યુવતિએ ગઇકાલે બપોરે ફિનાઇલ પી લેતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થાન પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)