Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જે.પી. નડ્ડા રાજકોટમાં : ભવ્‍ય સ્‍વાગત-રોડ શો-મહાસંમેલન

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું એરપોર્ટ ખાતે રાસ ગરબા, સીદ્દી બાદશાહનું નૃત્‍ય સાથે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત : રેસકોર્ષમાં રાજયમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સાથે સંમેલન સંબોધન

રાજકોટ, તા. ૨૦: રાજયમાં ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી  આવી રહી છે. ત્‍યારે ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓ ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમિયાન ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી. નડ્ડા  આજે રાજકોટનાં પ્રવાસે છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ પણ પ્રવાસમાં સાથે જોડાયા છે. રાષ્‍ટ્રીય પ્રમુખ તરીકે પ્રથમ વાર રાજકોટ આવેલા શ્રી નડ્ડાનું ભવ્‍ય સ્‍વાગત કરાયુ છે. ૩ વાગ્‍યા આસપાસ એરપોર્ટ પર તેઓ આવી પહોંચતા ભાજપના શહેર-જિલ્લા આગેવાનોએ આવકારેલ. ત્‍યાંથી રોડ શો સ્‍વરૂપે રેસકોર્ષ મેદાને પહોંચેલ, જ્‍યાં રાજ્‍યના તમામ સ્‍તરના ચૂંટાયેલા ભાજપના સભ્‍યોનું સંમેલન યોજાયેલ છે.
રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ દ્વારા તેઓનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. રાસ ગરબા, સીદ્દી બાદશાહનું નૃત્‍ય, ફૂલો સહિતના સાથે જે.પી. નડ્ડાનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.
એરપોર્ટ ખાતેથી જે.પી. નડ્ડાનો રોડ શો યોજાયો હતો. જે રેસકોર્ષ ખાતે સમાપન થઇ જયાં ગુજરાતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં તેઓ સંમેલન યોજાયેલ છે. જ્‍યાં જે.પી. નડ્ડા, ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ, વજુભાઇ વાળા, પરસોત્તમભાઇ રૂપાલા, પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદ રૈયાણી તેમજ સાંસદો-ધારાસભ્‍યો અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત છે.
 આ સંમેલન બાદ જે.પી. નડ્ડા મોરબી જવા રવાના થશે જયાં તેઓનો ભવ્‍યાતિભવ્‍ય રોડ શો યોજાયેલ છે. તેઓ સાંજે મોરબીથી રાજકોટ ત્‍યાંથી ફરી રવાના થશે.

 

(3:28 pm IST)