Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટ વિધાનસભા અનુસુચિત જાતિની બેઠક ઉપર ઉમેદવાર તરીકે પસંદગી કરવા રજુઆત

રાજકોટ,તા. ૨૦ : વિધાનસભા -૭૧-૪ અનુસુચિત જાતિની બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવા બાબતે કોંગ્રેસના પૂર્વ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી હિંમતભાઇ જીવાભાઇ મયાત્રાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જયદીશભાઇ ઠાકોરને રજુઆત કરીને માંગણી કરી છે.

આ રજુઆતમાં જણાવેલ છે કે, આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી આવે છે જેમાં આ અનુસુચિતદ જાતિની આરક્ષિત બેઠક પર હું ચૂંટણી લડવા માંગું છું. છેલ્લા ૪૦ વર્ષની કોંગ્રેસમાં છુ અને સક્રિય રીતે ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારમાં પક્ષનનું કામ કરૂં છું. હું નિવૃત કેળવણી નિરીક્ષણ છું.

મારા પિતાશ્રી આજીવન કોંગ્રેસમાં રહ્યા છે. તેઓએ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, હીરજન સેલ સ્‍ટેટના બોર્ડ નિગમોમાં સભ્‍ય તરીકે સેવા કરેલ છે. અને પૂજ્‍ય માધવસિંહભાઇ સાથે પ્રથમથી જ રહ્યા છે. અમારા વિસ્‍તારમાં ચર્મદ્યોગ ટેનેરીનું ઉદ્‌ઘાટન પણ પૂ.માધવસિંહભાઇને હસ્‍તે ૧૯૮૪માં કરાવેલ આમ અમો આજીવન કોંગ્રેસને વફાદાર રહ્યા છીએ.

વિધાનસભા -૭૧/૪ અનુ.જાતિ બેઠકના મત વિસ્‍તારમાં આવતા ગ્રામ્‍ય પ્રદેશથી પરિચિત છુ ત્‍યાંના તમામ આગેવાનો તથા મતદારોમાં મારી ઓળખાત મોટાભાગનો ગ્રામ્‍ય પ્રદેશ છે. હું ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૩૦ વર્ષ રહેલ છું. ગામડાના પ્રશ્‍નોથી વાકેફ છું. કોંગ્રેસ પક્ષને ગુજરાત અને ભારતમાં મજબુત કરવા કામ કરીશ ગરીબો, પછાતો અને આર્થિક પછાતોની શું વ્‍યથા છે. તે મે બરાબર અનુભવી છે. જેના માટે લડતો રહીશ અને કાર્ય કરીશ. ગ્રામપંચાયતોથી માંડી તાલુકા, જીલ્લા પંચાયતની ધારાસભા અને લોકસભામાં પક્ષના ઉમેદવારને જીતાડવા સક્રિય રીતે કામ કરેલ છે. તેમ હિંમતભાઇ જીવાભાઇ મયાત્રાએ રજુઆતમાં જણાવેલ છે.

(1:04 pm IST)