Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

એસ.ટી. કર્મચારીઓની બેમુદતી હડતાલ

એસ.ટી. કર્મચારીઓ મક્કમઃ રર ના રાત્રે ૧ર વાગ્‍યાથી બેમુદતી હડતાલઃ રાજકોટ ડિવીઝનમાં ૧ર૦૦ કર્મચારીઓએ રજા રીપોર્ટ મૂકી દીધાઃ ૭ હજાર બસો થંભી જશે

રાજકોટ : રાજ્‍યભરના એસટી કર્મચારીઓ ૨૨ના મધરાતથી હડતાલ પર જનાર છે, અનેક માંગણીઓ સબબ આંદોલન શરૂ થયું છે, ગઇકાલે અને આજે એસટી કર્મચારીઓએ રાજ્‍યભરના ડેપો - ડિવીઝન કચેરી - વર્કશોપ ખાતે સૂત્રોચ્‍ચાર કરી કચેરીઓ ગઢવી હતી તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૨૧.૧૫)

એસ.ટી. કર્મચારીઓ પણ મોંઘવારી-એરીયર્સ સહિતની ૧૩ જેટલી માંગણીઓ અંગે આંદોલનના માર્ગે છેઃ સરકારે યુનિયન આગેવાનોને હજુ બોલાવ્‍યા નથીઃ આજે પણ બપોરે સુત્રોચ્‍ચાર કરાયાઃ કાલથી ઘંટનાદ થશેઃ અને રર મી ના મધરાત્રે ૧ર વાગ્‍યાથી બેમુદતી હડતાલ શરૂ થઇ જશેઃ ૭ હજાર બસોના પૈડા થંભી જશેઃ રાજકોટ ડિવીઝનના રર૦૦માંથી ૧ર૦૦ કર્મચારીઓએ રજા રીપોર્ટ મૂકી દીધાઃ રોજનું કરોડોનું નુકશાન થશે...

(3:35 pm IST)