Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

અમેરિકાના પ્રમુખ સહિતની ઇવેન્‍ટ સફળતાપૂર્વક સંભાળનાર પ્રિયવદન કકકડનો આજે જન્‍મ દિવસ

ઈજીપ્તના કાર્યક્રમમાં દેશના બેસ્‍ટ ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનો એવોર્ડ મેળવી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે : દીવ,દમણમાં ઈન્‍ડિયાના શ્રેષ્‍ઠ એવા ફર્ન ટેન્‍ટ રિસોર્ટને અદભૂત રૂપ આપનાર રાજકોટના આ રઘુવંશીની સૂઝબુઝની નરેન્‍દ્રભાઇ મોદીએ પણ પ્રસંશા કરી હતી

રાજકોટ, તા.૨૦:   માત્ર સામાન્‍ય લોકો જ નહિ, રખડતા ભટકાતાં શ્વાનની સેવા રોજે રોજ કરનાર એવા પ્રખર શિવ ભકત સ્‍વ.શાંતિ દાદા તરીકે જાણીતા શાંતિભાઈ કક્કડના તેમના જેવા જ ભગવાન કામનાથ મહાદેવના શિષ્‍ય અને કામનાથ ઇન્‍ટરનેશનલ ઇવેન્‍ટસ એન્‍ડ મુદ્રાલયના મેનેજિંગ ડાયરેકટર પ્રિયવદનભાઈ કકકડનો જન્‍મ દિવસ છે, તેમના પર સતત અભિનંદન મો.૯૦૯૯૦ ૩૮૫૫૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

તેમનામાં ઇવેન્‍ટ સહિત ડિઝાઈનની આગવી સૂઝ હોવાનું ખુદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પણ ગુજરાતના મુખ્‍ય મંત્રી પદે હતા તે સમયે સારી રીતે જાણતા, આનંદીબેન હોય કે વિજયભાઈ કે પછી હાલની ગુજરાત સરકાર તેમની આગવી સુઝના પદા અધિકારી સહિત અધિકારીઓ પણ પ્રશંસક છે.                                      

 ટુરિઝમ હસ્‍તકના દીવ અને દમણના ઈન્‍ડિયાના શ્રેષ્‍ઠ રિસોર્ટ પૈકીનાં હોટેલ ફર્નના દરિયા કિનારે આવેલ રિસોર્ટ સૌરાષ્‍ટ્ર સહિતના લોકોમાં સ્‍ટેટ્‍સ સિમ્‍બોલ બન્‍યા છે, તાજેતરમાં ઈજીપ્‍તમા યોજાયેલ દેશના ઇવેન્‍ટ્‍સ મેનેજમેન્‍ટની કોનફરન્‍સ દરમિયાન પણ મૂળ રાજકોટના જાણીતા કકકડ પરિવારના વતનીને એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્‍યા છે, ઓછું બોલી વધુ અને સારૂં તથા શ્રેષ્‍ઠ કામ કરવું એ પ્રિયવદન કકકડનો કાર્યમંત્ર છે.

(1:26 pm IST)