Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રીલાયન્‍સ-જીઓના સ્‍ટાફે મોટી ટાંકી ચોકમાં વીજ તંત્રનો ૧૧ હજાર કેવીનો અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલ તોડી નાખ્‍યો

અનેક વિસ્‍તારોમાં લાઇટો ગુલઃ વીજ તંત્રને રપ હજારનું નુકશાનઃ એચટીનો સ્‍ટાફ દોડી આવ્‍યો

રીલાયન્‍સ-જીઓના સ્‍ટાફે મોટી ટાંકી ચોકમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલ તોડી નાખતા  વીજ સ્‍ટાફ દોડી આવ્‍યો હતો તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૦: રિલાયન્‍સ -જીઓએ જીઓના પોતાના કેબલ કનેકશન પાથરવા માટે મોટી ટાંકી ચોકમાં  આજે જેસીબી અને ત્રિકમ અને ઇલેકટ્રીક મશીનરીથી ખોદકામ દરમિયાન જમણી બાજુના ખુણામાં વીજ તંત્રનો ૧૧,૦૦૦ કેવીનો અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલ તોડી નાખતા અનેક વિસ્‍તારોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો. આ ઘટના બપોરે ૧ર.૩૦ વાગ્‍યે બનતા અને જામટાવર વીજ સબ ડીવીઝન ઉપર લાઇટો ગુલ થયાની ફરીયાદો આવતા સ્‍ટાફ દોડી ગયો હતો.

આ પછી વીજ તંત્રના હાઇટેકનીશ્‍યન એચટીના અધિકારીઓનું ધ્‍યાન દોરતા ઉચ્‍ચ અધિકારીઓ દોડી આવ્‍યા હતા અને કેબલ મરામત કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે. અને ફીડર ટ્રીપ થયો હોય બીજા ફીડરથી ચેન્‍જ ઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ કેબલ તુટતા પંકચર પડતા વિજ તંત્રની ર૦ થી રપ હજારનું નુકશાન થયું છે. દરમિયાન ડે. ઇન્‍જીનીયર શ્રી ભટ્ટે ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે બપોરેસાડા બારની આસપાસ રિલાયન્‍સ-જીઓનો સ્‍ટાફ, કોન્‍ટ્રાકટરના માણસો દ્વારા ખોદકામ દરમિયાન પીજીવીસીએલનો અન્‍ડર ગ્રાઉન્‍ડ મેઇન કેબલ તોડી નાખતા લાઇટો બંધ થઇ છે. આ કેબલ યોગ્‍ય કરવા અંગે અમારો અને એચટીનો સ્‍ટાફ દોડી ગયો છે. કાર્યવાહી બપોરે ર.૩૦ વાગ્‍યે પણ ચાલુ છે.

(3:20 pm IST)