Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી તારલાઓનું શિલ્‍ડ-મેડલથી સન્‍માન કરાશે

રાજકોટ તા. ર૦: લોહાણા મહાજન પ્રેરિત લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા ઓકટોબર માસમાં-રઘુવંશીસમાજના તેજસ્‍વી તારલાઓ કે જેઓએ-ગ્રેજયુએટ-પોષ્‍ટ ગ્રેજયુએટ ડિગ્રી ડિપ્‍લોમાં-MBBS C.A. CS વગેરે ડિગ્રીમાં ઉચ્‍ચ ગુણાંક પ્રાપ્‍ત કરેલ છે તથા ધો. ૧૦ તથા ધો. ૧રના સેન્‍ટ્રલ બોર્ડ, અધર બોર્ડ વગેરેમાં ૬પ ટકાથી વધુ માર્કસ મેળવેલ છે તે તમામનું તથા તાજેતરમાં યોજાઇ ગયેલ-દેશભકિત ગીત સ્‍પર્ધામાં વિજેતા થનાર તમામનું-શિલ્‍ડ-સર્ટીફિકેટ તથા વિવિધ ડિગ્રીઓમાં પ્રથમ-દ્વિતીય નંબર મેળવનારને ગોલ્‍ડ તથા સિલ્‍વર મેડલ દ્વારા સન્‍માનિત કરવા આયોજન કરેલ છે. ઓકટોબરમાં આયોજીત ૬૩માં પ્રતિભા સન્‍માન સમારોહના ફોર્મ સંસ્‍થાના કાર્યાલય લોહાણા યુવક પ્રગતિ મંડળ-સાંગણવા ચોક, રાજકોટમાંથી મેળવી-મેળવેલ ડિગ્રી-ડિપ્‍લોમાંની ટ્રુ-એટેચ્‍ટ-કોપી સાથે સંસ્‍થામાં ૮-૧૦ સુધીમાં જમા કરાવાના રહેશે. કાર્યક્રમની સફળતા માટે સંસ્‍થાના હોદેદારો યોગેશ જસાણી (૯૪ર૬ર ૧૬૭૯૪) ડો. નીતીન રાડીયા, શ્રી હિતેશભાઇ પોપટ, અશોક હિન્‍ડોચા (૯૪ર૬ર પ૪૯૯૯) પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્‍ના, પ્રદિપભાઇ ભાગ્‍યોદય, જીમ્‍મીભાઇ દક્ષિણી, મનસુખભાઇ કોટેચા, અલ્‍પેશ માનસાતા, રાજેશ અઢીયા, ડો. અજયકુમાર ઠકરાર, સંજયભાઇ કકકડ, પ્રકાશ ઠકકર, ધ્રુવિલ જસાણી, ભુપેન્‍દ્ર કોટક, પાર્થ જસાણી તથા વિનોદભાઇ બુધ્‍ધદેવ શ્રી દિનેશભાઇ તથા સર્વે કન્‍વીનરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:24 pm IST)