Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નવરાત્રીનો રંગ SPGને સંગ... ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમશે

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્‍થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા મવડી ખાતે જાજરમાન આયોજન

રાજકોટઃ સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્‍ટના ઉપક્રમે મવડી સ્‍થિત બાપાસીતારામ ચોક ખાતે તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૫ ઓકટોબર નવરાત્રી મહોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ઢોલના ધબકારે પરિવાર સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમશે.

જસ્‍મીનભાઇ પીપળીયા(એસપીજી સૌરાષ્‍ટ્ર અધ્‍યક્ષ), લાલજીભાઇ ચોવટીયા, મહેન્‍દ્રભાઇ વાછાણી, યતીનભાઇ રોકડ, દિપકભાઇ રૈયાણી, ભાવેશભાઇ કિયાડા, સંજયભાઇ અજાણી, રાજુભાઇ વઘાસિયા , સંજયભાઇ હિરપરા, રજતભાઇ સભાયા, કિશોરભાઇ વસોયા, ચંદ્રેશભાઇ ખૂંટ, મેહુલભાઇ ઠેસિયા, અંકિતભાઇ રૂપારેલીયા, યતીનભાઇ વઘાસિયા, જયદીપ વસાણી, કિશોરભાઇ સાંગાણી, મયુરભાઇ લીંબાસીયા, રાજભાઇ સભાયા, કિશોરભાઇ રામાણી, હિતેશભાઇ પટેલ, મહેશભાઇ લુણાગરિયા, જીજ્ઞેશભાઇ તોગડીયા, મનોજભાઇ વસોયા, ભરતભાઇ સરધારા, રમેશભાઇ રૈયાણી, યોગેશભાઇ સોરઠીયા, વિજયભાઇ સાંગાણી, ઉમેશભાઇ ઝાલાવડીયા, ભાવેશભાઇ બાલધા, મહેશભાઇ આસોદરીયા, જયેશભાઇ બોધરા(માર્કેટીંગ યાર્ડ ચેરમેન) પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ સહિતના આયોજક કમિટીના સભ્‍યો સમગ્ર આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉલ્‍લેખનીય છે કે એસપીજીને મળેલું દાન સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત શહીદોના પરિવારને રોકડ આર્થિક સહાય, ગૌશાળામાં ઘાસચારો, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, આરોગ્‍ય સેવા, ૨૪ કલાક, રકતદાન સેવા તેમજ કુદરતી આફતોમાં જરૂરી સહાય જેવા પ્રકલ્‍પો સંસ્‍થા દ્વારા પ્રયોજવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયુ છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૫ ૫૩૮૫૪, ૯૭૨૫૬ ૨૯૪૭૬

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રીકિરીટભાઇ ગણાત્રા સાથે સૌરાષ્‍ટ્ર અધ્‍યક્ષ જસ્‍મીનભાઇ પીપળીયા સહિતના આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)