Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

અટીકા ફાટક પાસે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૪.૩૮ લાખના દારૂ સાથે વિજય પકડાયો

કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા અને કોન્‍સ. વિજયભાઇ મેતાની બાતમી : કટીંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી

રાજકોટઘતા. ૨૦ : ઢેબર રોડ પર અટીકા ફાટક પાસે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૪.૩૮ લાખની દારૂની ૮૭૬ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ અટીકા ફાટક પાસે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં શેરી નં. ૫માં દારૂનો જથ્‍થો ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા અને કોન્‍સ. વિજયભાઇ મેતાને બાતમી મળતા ટીમ સાથે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં બંધ શેરી નં. ૫માં દરોડો પાડી રૂા. ૪,૩૮,૦૦૦ની કિંમતની૮૭૬ બોટલ સાથે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં શીવ શકિત ગેરેજની સામે રહેતો વિજય અશોકભાઇ આત્રેસા (ઉવ.૨૮)ને પકડી લઇ દારૂનો જથ્‍થો તથા એક મોબાઇલ ફોન મળી રૂા. ૪,૪૩,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. વાય.બી.જાડેજા તથા હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:33 pm IST)