Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશ્વ પ્રસિધ્ધ બૌધ્ધ ગુફા ખંભાલીડાને બચાવો

સૌરાષ્ટ્રમાં શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા જયાબેન ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીયમંત્રી, મુખ્યમંત્રી, વિભાગના મંત્રી, વિપક્ષી નેતાને ભારપૂર્વક રજુઆત : ૪૫૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના સ્થળ રોજડી ખાતે મળી આવેલ વસ્તુત્યા સાઈટ મ્યુઝીયમમાં દર્શાવો : રાજકોટની પુરાતત્વ વિભાગની ઓફીસનું કાર્યક્ષેત્ર ૧૧ જીલ્લાનું ૧૮૦ રક્ષિત સ્મારકની જવાબદારી સ્ટાફ ફકત બે જ છે : ૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશાળ શિલ્પો ધરાવતી રાજયમાં એકમાત્ર બૌધ્ધગુફા જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં : જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા ૨૦૦૩થી સતત પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા પ્રયત્નશીલ છે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા માટે કાર્યરત જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનુ ૪પ૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર રોજડી (શ્રીનાથગઢ) જી.રાજકોટ તેમજ ૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશ્વપ્રસિધ્ધ બૌધ્ધગુફા ખંભાલીડા જી. રાજકોટને બચાવવા, ઉપરાંત પુરાતત્વ વિભાગને   શોધાયેલ પ્રાચીન સ્થળો બચાવવા અને નવા શોધવા પુરતો સ્ટાફ અને સાધનોથી સજજ કરવા દેશના વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ :પાલા, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પુરાતત્વ વિભાગના મંત્રીશ્રી શ્રી હર્ષભાઇ સંધવી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામભાઇ રાઠવા તથા પુરાતત્વ વિભાગના નિયામકશ્રીને વિસ્તૃત લેખીત રજુઆત કરવામાં આવેલ છે.

પરેશ પંડયાએ  જણાવેલ છે કે રોજડી ખાતે ૧૯પ૮-પ૯માં ઉત્ખનન કરી શોધાયેલ ૪પ૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના નગરની નોંધ તે સમયે દેશ અને વિદેશમાં લેવામાં આવેલ હતી. ઉત્ખનન દરમ્યાન આ સ્થળેથી ૪પ૦૦ વર્ષ પહેલાના માનવી તે સમયે ઉપયોગમાં લેતા તે જુદાજુદા પ્રકારના  વાસણો, ઓજારો, અલંકારો, મકાનો વિગેરે મળી આવેલ. ભાદર નદીના વિશાળ પટ પાસે શોધાયેલ આ સ્થળની મુલાકાતે ઉત્ખનન દરમ્યાન તેની મહત્તાની જાણકારી મળતા દેશ-વિદેશના પુરાતત્વવિદો, ઇતિહાસવિદોએ :બ: મુલાકાત લઇ તેનો અભ્યાસ કરી તેની પ્રશંશા કરેલ હતી. શાળાના પાઠયપુસ્તકમાં પણ આ ઐતિહાસીક સ્થળને સ્થાન મળેલ છે, જયાબહેન ફાઉન્ડેશન ધ્વારા આજની અને આવતી પેઢીને આપણી ગૌરવપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિની યોગ્ય રીતે જાણકારી મળે તે માટે માંગણી કરવામાં આવેલ છે કે  રોજડી (શ્રીનાથગઢ) ખાતે શોધાયેલ આ અમુલ્ય ઐતિહાસીક સ્થળ ઉપર સાઇટ મ્યુઝીયમ બનાવી તેમા તે સ્થળેથી ઉત્ખનન કરતા મળેલ ૩૦ જેટલી પ્રાચીન વસ્તુઓ તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં શોધાયેલ પ્રાગૈતિહાસીક આધ્યઐતિહાસીક અને ઐતિહાસીક સ્થળોની વિસ્તૃત માહીતી પ્રદર્શીત કરવી જોઇએ. સૌરાષ્ટ્રના અગીયાર  જીલ્લાના વિદ્યાર્થીઓ, પુરાતત્વ અને ઇતિહાસપ્રેમીઓ, સંશોધકોને ઉપરાંત દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધિશનું મંદિર, ખોડલધામ-કાગવડ , ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌધ્ધગુફા-ખંભાલીડા, ગીરનાર પર્વત-જુનાગઢ, ગીર જંગલ સિંહ દર્શન-સાસણ, ભગવાન સોમનાથ મહાદેવ તથા દિવ ખાતે દર વર્ષે લાખો દર્શનાર્થીઓ-પ્રવાસીઓ દેશ-વિદેશથી આવે  છે. જેઓ રોજડી ખાતે પ્રાચીન સંસ્કૃતિ માટે બનાવાયેલ સાઇટ મ્યુઝીયમની મુલાકાત નો  લાભ જ:ર લેશે, આપણી ગૌરવપ્રદ પ્રાચીન સંસ્કૃતિને જાણશે અને માણશે.

જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા માંગણી કરતા જણાવે છે કે ગુજરાત રાજયમાં ૧૮૦૦ વર્ષ પ્રાચીન વિશાળ શિલ્પો  ધરાવતી ઍક માત્ર બૌધ્ધગુફા ખંભાલીડા ખાતે આવેલ છે, જે સમગ્ર પશ્ચિમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધશિલ્પ સ્થાપત્ય છે, જેના શિલ્પો ખુલ્લામાં છે, ખવાતા જાય છે, તેને બચાવવાની તાત્કાલીક જ:રત છે. આ રાજયરક્ષીત સ્મારક છે. પણ તેની રક્ષા થતી નથીછેલ્લા ત્રણ ચોમાસા થયા બૌધ્ધગુફાની છતમાંથી  અનરાધાર પાણી ટપકે છે, બૌધ્ધગુફામાં હજારો ચામાચીડીયાનુ નિવાસ સ્થાન છે તેમાં વધુ અંદર ગુફાનું પોલાણ છે કે કેમ તેની તપાસ જ:રી છે, ચામાચીડીયાથી ગુફાને થતુ નુકશાન અટકાવવુ જ:રી છે, જે અંગે સતત રજુઆતો કરવામાં આવેલ છે. અનન્ય કુદરતી સૌદર્ય વચ્ચે આવેલ આ પ્રાચીન વિરાસતની મુલાકાતે આજે દેશ વિદેશથી મુલાકાતીઓ આવે છે. તાત્કાલીક બૌધ્ધગુફાના રક્ષણ માટે પગલા લેવા અત્યંત જ:રી છે. દેશના અન્ય રાજયોની જેમ આપણા ગુજરાતમાં શા માટે પ્રાચીન સંસ્કૃતિના શોધાયેલા સ્થળોની જાળવણી નથી થતી ?

પરેશ પંડયા ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગને સ્ટાફ અને આધુનીક સાધનોથી સજ્જ કરવાની માંગણી  કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર  પ્રાચીન સંસ્કૃતિથી ભરપુર વિસ્તાર છે, અહિ પ્રાચીન સંસ્કૃતિનો ભંડાર છે, નવાં સ્થળો શોધવા સ્ટાફ જ નથી. જે  ખુબ નિરાશાજનક પરિસ્થીતી છે. અહિ રાજકોટ ખાતે આવેલ પુરાતત્વ વિભાગની સર્કલ ઓફીસમાં વર્ષો જુનુ સ્ટાફનું મહેકમ ર૬ કર્મચારીનું છે. જેનુ કાર્યક્ષેત્ર ૧૧(અગીયાર) જીલ્લાનું છે. તેમજ શોધાયેલ આશરે ૧૮૦ રક્ષીત સ્મારકની જાળવણીની જવાબદારી પણ છે. અહિ છેલ્લા આશરે આઠ વર્ષ થયા સહાયક પુરાતત્વ નિયામકની જગ્યા ખાલી છે. વહીવટી જગ્યાઓ ખાલી છે. એક સબ ઓવરસીયર અને  તકનીકી સહાયકની જગ્યા લાંબા સમય પછી હાલમાં ભરાયેલ છે અને આ ફકત બે કર્મચારી જ કાયમી કાર્યરત છે. જે આપણી વિશ્વપ્રસિધ્ધ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધવા અને શોધાયેલ સાચવવા માટે નહિવત છે. શું આ આપણી પ્રાચીન સંસ્કૃતિના સ્થળોની આપણી અમુલ્ય વિરાસતની અવગણના નથી ? શા માટે આવી પરિસ્થિતી છે ? જયાબહેન ફાઉન્ડેશન દ્વારા આ દરેક બાબતે સરકાશ્રીને અનેક રજુઆતો કરવામાં આવેલ છે. આ બાબતે જાહેરજીવનના અગ્રણીઓ, સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, ઉદ્યોગપતિઓઍ પણ પોતાની સ્પષ્ટ લાગણી સરકારશ્રી સુધી પહોંચાડવી જોઇએ એવી અપીલ છે. બીજા રાજયોની જેમ ગુજરાત પણ પોતાની પ્રાચીન વિરાસત  સાચવે તે જ:રી છે. વિશ્વના અમુક જ દેશોમાં છે તેવી હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિ આપણાં ગુજરાતમાં છે તેની યોગ્ય જાણકારી આજની અને આવતી પેઢીને પણ મળે તે માટે રાજ્યનાં પુરાતત્વ વિભાગને સજ્જ બનાવવું અનિવાર્ય છે. જયાબહેન ફાઉન્ડેશન ૨૦૦૩ થી પ્રાચીન સંસ્કૃતિ બચાવવા ઍક અભિયાન ચલાવે છે તેમ અંતમાં પરેશ પંડ્યા(મો.૯૪૨૯૫ ૭૧૬૬૩) એજણાવેલ છે.

(3:43 pm IST)