Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગેંગરેપના ગુન્‍હામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. ર૦: ગેંગ રેપના આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. રર-૮-રર ના રોજ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી યુવતિએ ગેંગરેપની ફરિયાદ નોંધાવેલ અને તે ફરિયાદમાં જણાવેલ કે આરોપીએ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ફરિયાદી યુવતિનું અપહરણ કરી ચોટીલા બાઉન્‍ડ્રી પાસે આવેલ પ્રભુફાર્મ રિસોર્ટમાં લઇ જઇ તેના પર ગેંગરેપ કરેલ અને તેનો વિડીયો ઉતારી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરતા આરોપી અશોકભાઇ મનસુખભાઇ પોપટ રહે. આર.એમ.સી. ઇન્‍સ્‍ટજોન સામે ભાવનગર રોડ રાજકોટ વાળાએ સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન મળવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને રજુઆત કરેલ કેઅ ારોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે અને આવા ગેંગરેપના આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ નહીં જો તેને કાયદાનો ડર રહેશે નહીં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:44 pm IST)