Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બે બાઇક અને ત્રણ મોબાઇલ ફોનની ચોરીમાં દિપક અને પવન પકડાયા

ગાંધીગ્રામ પીઆઇ એસ.એસ. રાણે, પીએસઆઇ જે. જી. રાણા અને ટીમે બંનેને દબોચ્યાઃ અર્જુનભાઇ, ગોપાલભાઇ, શબ્બીરભાઇ, સલિમભાઇ, કનુભાઇની બાતમી

રાજકોટ તા. ૨૦: બે શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા છે. જેમાં એક શખ્સે ત્રણ મોબાઇલ ફોન અને એક બાઇક તથા બીજા શખ્સે બાઇકની ચોરી કરી હતી.

પોલીસે ગોંડલ રોડ માલધારી હોટલ પાછળ શ્રીનાથજી સોસાયટી-૨માં મુનાભાઇના મકાનમાં ભાડેથી રહેતાં ગોંડલના દિપક માધુભાઇ શર્મા (ઉ.૨૦)ને એક બાઇક અને ત્રણ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. પુછતાછમાં તેણે બાઇક ગોંડલના ગુંદાળા ફાટક પાસેની સોસાયટીમાંથી તથા ત્રણ મોબાઇલ ફોન રાજકોટ નાણાવટી ચોક મોમાઇ હોટલ પાસેથી, ગોંડલ કનૈયા હોટલ પાસેથી અને રાજકોટ બસ સ્ટેશન સામે ક્રિષ્ના પાન પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું.

આ ઉપરાંત પવન સુનિલભાઇ કોરી (ઉ.૨૨) નામના મુળ મધ્યપ્રદેશના હાલ રાજકોટ ધ્રુવનગરમાં રહેતાં શખ્સને ચોરાઇ બાઇક સાથે પકડી લીધો છે. તેણે આ બાઇક રૈયા રોડ સીટી સેન્ટર પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. ખોડુભા જાડેજા, ભરતભાઇ ચોૈહાણ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવ, સંદિપ અવાડીયા સહિતે આ કામગીરી કરી હતી. જેમાં શબ્બીરભાઇ મલેક, સલિમભાઇ મકરાણી, કનુભાઇ બસીયા, અર્જુનભાઇ ડવ અને ગોપાલભાઇ બોળીયાને બાતમી મળી હતી. બંને શખ્સ હાલમાં કંઇ કામધંધો કરતાં નથી. મોજશોખ માટે ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

(4:42 pm IST)