Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પ્રાચીન ગરબીના સ્‍થળે R.C.C. કામ અથવા પેવીંગ બ્‍લોક ફીટ કરાવો : ભાનુબેન સોરાણી - મકબુલભાઇ દાઉદાણી

મનપાના વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્‍યું છે કે તા.૨૬/૦૯/૨૦૨૨ આસો સુદ એકમથી પવિત્ર નવરાત્રી પર્વ શરૂ થઇ રહ્યા છે ત્‍યારે શહેરમાં ૧ થી ૧૮ વોર્ડમાં જેટલા સ્‍થળે ᅠપ્રાચીન ગરબી યોજાતી હોય તે સ્‍થળે R.C.C. કામ અથવા પેવીંગ બ્‍લોક ફીટ કરવા મ્‍યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવેલ છે વધુમાં જણાવ્‍યું છે કે દર વર્ષે જે રૂટીન કામગીરી મ.ન.પા.ના તંત્ર દ્વારા કરવામાં આવતી હોય તેવી જ રીતે તમામ સ્‍થળે વોર્ડ ઈજનેર, સહાયક ઈજનેર અને ઝોનલ કોન્‍ટ્રાક્‍ટરને રૂબરૂ સ્‍થળ મુલાકાત કરી સત્‍વરે કાર્યવાહી કરાવવા મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્‍યું છે.

(3:49 pm IST)