Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

માનો ગરબો રે રમે રાજને દરબાર

રાજકોટ સીટી વુમન્‍સ કલબના સભ્‍ય બહેનો માટે નવરાત્રી ગરબાનુ આયોજનઃ ઇનામોની વણજાર

રાજકોટ,તા.૨૦: રાજકોટ સીટી વુમન્‍સ કલબના સભ્‍યો બહેનો માટે નવરાત્રી ગરબાનું આયોજન તા.૨૩ શુક્રવારે બપોરે ૩ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે ગરબાની રમઝટ સભ્‍ય બહેનો બોલાવશે.

સંસ્‍થાના ગૃપના બહેનોએ ૨૫થી ૬૦ વર્ષની ઉંમરના બહેનો માટે ચણીયા ચોલી, ૬૦ વર્ષથી ઉપરના બહેનો માટે ગુજરાતી સાડી પહેરવાની સાથે બંને ગૃપમાં નવરાત્રીને અનુરૂપ તૈયાર થઇને આવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

બંને ગૃપમાં પ્રિન્‍સેસ બનાવાશે. બંને ગૃપ વચ્‍ચે કુલ ૨૫ થી ૩૦ ઇનામો અપાશે. ગેસ્‍ટ માટે પણ ગરબાનું આયોજન કરેલ છે. રાજકોટના કોઇપણ બહેનો નવરાત્રી ગરબામાં ભાગ લઇ શકશે. ગેસ્‍ટ ચાર્જ ફકત રૂા. ૧૫૦ રાખેલ છે. ગેસ્‍ટને અલગ ઇનામ અપાશે. ગેસ્‍ટ બહેનોએ પણ ચણીયા ચોલી પહેરવાના અને નવરાત્રીને અનુરૂપ તૈયાર થઇને આવવાનું રહેશે. સભ્‍ય તથા ગેસ્‍ટ બંનેને હોલ ઉપર જ પાસ આપવામાં આવશે તે જ નંબર ઉપર વિજેતા જાહેર થશે.

ટીટોડાના ઇનામ અલગ આપવામા આવશે.

તસ્‍વીરમાં હીનાબેન મોદી, કલ્‍પનાબેન પારેખ, બિંદુબેન મહેતા, દર્શનાબેન મહેતા,  અને પ્રમુખ પ્રફુલાબેન મહેતા નજરે પડે છે.વધુ વિગતો માટે મો. ૯૪૨૮૮૯૦૨૭૭ (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:50 pm IST)