Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સોમવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર,સન્યાસ ઉત્સવ

૨૬ સપ્ટેમ્બર ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે શિબિર આયોજક, સંચાલક સ્વામિ સત્ય પ્રકાશઃ ઓશો સન્યાસ આપે છે તે દુર્લભ વિડીયો દર્શાવવામાં આવશે આ યાદગાર દિવસે નવા મિત્રો ઓશો સન્યાસ લેશે. જે મિત્રોએ સન્યાસ માટે નામ લખાવેલ છે. તેઓ પાસપોર્ટ સાઇઝ ના બે ફોટા અવશ્ય સાથે લાવે. લાફટર થેરાપી માસ્ટર નિતીનભાઇ (સ્વામી દેવ રાહુલ)દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્યાનમ્-શિબિરમા સહભાગીતા માટે નામ નોંધણી આજ થી શ:

રાજકોટઃ  ઓશોના સૂત્ર ઉત્સવ આયાર જાતી આનંદ આમાર ગૌત્ર એ સાર્થક કરતા વિવિધ કાર્યક્રમ જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો,  ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી  ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્રયા છે.

આગામી તા.૨૬ને સોમવારના રોજ ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશો ખુદ સન્યાસ આપે છે તેની દુર્લભ વિડીયો સી.ડી. દર્શાવવામાં આવશે.નવા મિત્રો સન્યાસ લેશે. સ્વામિ દેવ રાહુલ દ્વારા હસીબા-ખૈલીબા-ધરીબા ધ્યાનમ્, કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરીહર)

નવ-સન્યાસ વિષે ઓશો કહે છે કે મારી દૃષ્ટિએ સન્યાસ ત્યાગ નહી, આનંદ છે સન્યાસએ નિષેધ નથી, ઉપલબ્ધી છે. પરંતુ આજ સુધી પૃથ્વી ઉપર સન્યાસને નિષેધાત્મક દૃષ્ટિએજ જોવામાં આવ્યો છે.  આજ સુધી સન્યાસને ત્યાગના અર્થમાં છોડવાના અર્થમાં લેવામાં આવ્યો છે. મેળવવાના અર્થમાં નહી.

ઉપરોકત નવ સન્યાસ શિબિરમા સહભાગી થવા ઓઁશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરની ટોચે હાર્દિક અનુરોધ કરેલ છે. શિબિરમાં સહભાગી થવા નામ નોંધણી :બ: અથવા એસ.એમ.એસ. દ્વારા કરાવવી અત્યંત જ:રી છે. સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી,   'ડી'  માર્ટ પાછળ, રાજકોટ, વિશેષ માહિતી તથા એસ.એમ.એસ. દ્વારા નામ નોંધણી માટે સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨૫૪૨૭૬ / સંજીવ રાઠોડ ૯૮૨૪૮૮૬૦૭૦

(3:51 pm IST)