Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટમાં કાલથી મશીન ટુલ્સનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન

મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટ અને કેએમજી બીઝનેશ ટેકનોલોજી અમદાવાદના સંયુકત ઉપક્રમે આયોજન : આજી જીઆઇડીસીનું એનએસઆઇસી ગ્રાઉન્ડ શનિવાર સુધી ધમધમશે : દેશ - વિદેશના મળી ૩૫૦ થી વધુ એકમો ભાગ લેશે : કાલે સાંજે ગ્રાન્ડ સેરેમની સાથે ઉદ્દઘાટન

રાજકોટ તા. ૨૦ : મશીન ટુલ્સ ક્ષેત્રના સૌથી મોટા કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનો આવતીકાલથી રાજકોટમાં પ્રારંભ થઇ રહ્યો છે.

આજે પત્રકાર પરિષદનમાં આ અંગે માહીતી આપતા જણાવાયુ હતુ કે રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસીએશન અને અમદાવાદ કેએમજી બીઝનેશ ટેકનોલોજીના સંયુકત ઉપક્રમ રાજકોટમાં આજી જીઆઇડીસી એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે તા. ૨૧ થી ૨૪ સુધી મશીન ટુલ્શ શો નું ભવ્ય આયોજન કરાયુ છે. જેમાં દેશ વિદેશના ૩૫૦ થી વધુ એકમો ભાગ લેશે.

'રાજકોટ મશીન ટુલ્સ શો ૨૦૨૨' એકઝીબીશન ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટી એકઝીબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ એકઝીબીશન છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મીંગ, ઓટોમેશન, ફોર્જીંગ, ફાઉન્ડ્રી જેવા અનેક એકમો ભાગ લઇ પ્રદર્શન કરશે.

પ૦,૦૦૦ ચો.મી. એરીયામાં આયોજીત આ મશીન ટુલ્સ શો માં ભારત ઉપરાંત યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રીકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીયા,  ઇટાલી, યુ.એ.ઇ., થાઇલેન્ડ, સીંગાપોર જેવા અલગ અલગ દેશોમાંથી ૩૫૦ થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે. અંદાજીત ૪૫૦૦૦ થી વધુ મુલાકાતીઓ આવે તેવો અંદ ાજો રાખીને તૈયારીઓ કરવામાં આવી છે.

સતત ૧૭ વર્ષથી રાજકોટ મશીન ટુલ્સ શો ઉદ્યોગ જગતમાં અનોખુ સ્થાન ધરાવે છે. કેએમજી બીઝનેશ ટેકનોલોજી અમદાવાદ અને મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે વર્ષ ૨૦૦૬ થી 'રાજકોટ મશીન ટુલ્સ શો'ની શ:આત કરવામાં આવેલ. આ સતત ૮ મું આયોજન છે.

કાલે સાંજે ગ્રાન્ડ સેરેમની સાથે આ એકઝીબીશન ખુલ્લુ મુકાશે. બાદમાં દરરોજ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.

સમગ્ર એકઝીબીશન માટે મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના હોદેદારો યોગીનભાઇ છનીયારા - પ્રમુખ, હરેશભાઇ પટેલ - ઉપપ્રમુખ, તેજસ દુદકીયા - સેક્રેટરી, દેવલભાઇ ઘોરેચા - જો. સેક્રેટરી, કનકસિંહ ગોહીલ - ખજાનચી, એસો.ના ડાયરેકટરો સચીનભાઇ નગેવાડીયા, બ્રીજેશનભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, પીયુષભાઇ ડોડીયા, અશ્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા, કેએમજી બીઝનેશનાા કમલેશભાઇ ગોહીલ, અમિતભાઇ મિસ્ત્રી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટ અને કેએમજી બીઝનેશ ટેકનોલોજી અમદાવાદના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)