Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જિલ્લા પંચાયત હસ્તકના નાણાપંચના કામોની વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રમુખની સૂચના

રાજકોટ તા. ૨૦ : જિલ્લા પંચાયતના દરેક વિભાગના શાખા અધિકારીઓની સાથે પ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક સભાખંડમાં મળી હતી. જેમાં દરેક વિભાગના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. દરેક શાખાના પ્રગતિમાં રહેલા કામો, પેન્ડીંગ કામોના કારણો સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં જ:રી સુચના અધિકારીઓને કરવામાં આવેલ છે. નાણાપંચના તમામ કામોની વહીવટી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી કામો વહેલાસર પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. બાંધકામ શાખાને ટી.એસ, વહીવટી તથા ટેન્ડર, રિટેન્ડર સહિતની પ્રક્રિયાઓ ઝડપી પૂર્ણ કરવા સુચના. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના ગેરંટી પીરીયડવાળા તમામ રોડનો વહેલી તકે સર્વે કરી, જે તે એજન્સી પાસે રીપેરીંગ કરવા તથા રોડ સબંધી જ:રી કામગીરી કરવા સહિતની તાકિદ કરવામાં આવી હતી.(

(3:58 pm IST)